Train Accident: ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત બાદ હવે રેલવે એક્ટિવ મોડમાં આવી ગયું છે. રેલવે મંત્રાલયે સમગ્ર દેશની સિગ્નલ સિસ્ટમનું ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડે તમામ મહાપ્રબંધકોને આદેશ આપ્યો છે કે તપાસ કરીને 14 જૂન સુધીમાં રિપોર્ટ સોંપે. આદેશમાં કહેવાયું છે કે રેલવે સ્ટેશનો પર લાગેલા હાઉસિંગ સિગ્નલિંગ ઉપકરણોની તપાસ થવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે મંત્રાલયના આદેશમાં એમ પણ કહેવાયું છે કે રિલે રૂમની તપાસ કરીને એ નક્કી કરવામાં આવે કે ડબલ સિગ્નલિંગ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. અત્રે જણાવવાનું કે રિલે રૂમથી જ સિગ્નલિંગ સિસ્ટમને કંટ્રોલ કરવામાં આવે છે. બાલાસોરમાં શુક્રવારે થયેલા અકસ્માતમાં 270 કરતા વધુ લોકોના મોત થયા છે જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. 


આ અગાઉ રેલવે અધિકારીઓએ શાલીમાર-ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગ્લુરુ હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલગાડીની ટક્કર મામલે સંભવિત તોડભોડ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડના સંકેત આપ્યા હતા. તમામ ઝોનના મહાપ્રબંધકોને લખેલા પત્રમાં રેલવે બોર્ડે નિર્દેશ આપ્યો છે કે સ્ટેશનની સરહદની અંદર સિગ્નલિંગ ઉપકરણની તમામ ગુમટી પર વિશેષ ધ્યાન આપવાની સાથે એક સુરક્ષા અભિયાન તરત શરૂ કરવામાં આવે. બોર્ડે કહ્યું કે તપાસની સાથે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમની પાસે ડબલ લોકિંગ વ્યવસ્થા હોય.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube