નવી દિલ્હી: ICC અને BCCI વચ્ચે ભારતીય ક્રિકેટ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીના હેન્ડ ગ્લવ્સને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સેનાનું વલણ એકદમ સ્પષ્ટ છે. ધોનીના હેન્ડ ગ્લવ્સ પર પેરાશૂટ રેજીમેન્ટના જે લોકોને લગાવવામાં આવ્યો છે, તે અંગે સેનાનું કહેવું છે કે તે પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે આ મામલે કોઈ હસ્તક્ષેપ કરવા માંગતા નથી. કારણ કે આ બેજ ભારતીય સેનાની પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. ભલે આ લોકો તેના જેવો લાગતો હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય સેનાનો કોઈ પણ બેજ, ફ્લેગ કે નિશાન એક ખાસ પેટર્ન, ખાસ પ્રકારના રંગ અને ખાસ પ્રકારના આકારનો હોય છે. ત્યારે જ તેને અધિકૃત રીતે માન્યતા અપાય છે. પેરાશૂટ રેજીમેન્ટની કુલ 9 બટાલિયન સ્પેશિયલ ફોર્સિસ છે અને 5 એરબોર્ન કમાન્ડો બટાલિયન. સ્પેશિયલ ફોર્સિસની બટાલિયનના નામની આગળ SF લખાય છે. જે રીતે 9 PARA(SF). માત્ર આ 9 બટાલિયનોના સૈનિયક જ આ બેજને પહેરે છે. તેમાં બે પાંખની વચ્ચે ઊંધો કમાન્ડો ડૈગર બનેલો છે અને નીચે હિન્દીમાં બલિદાન લખેલુ હોય છે. આ બેજને રંગ લાલ રંગના બેકગ્રાઉન્ડમાં બનાવવામાં આવે છે અને તેની શર્ટની જમણી બાજુ નેમ પ્લેટની નીચે પહેરવાનો હોય છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...