નવી દિલ્લી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની કાર્યવાહી પછી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે PFI ફરી એકવાર ચર્ચામાં છે. જ્યારે પણ પીએફઆઈ સમાચારમાં આવે છે ત્યારે આ વાત પર ચર્ચા જરૂરી બની જાય છે. ત્યારે તેના પર એવા કયા આરોપ છે જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકવાની વાત ચાલી રહી છે. હવે જણાવાઈ રહ્યું છેકે હજુ સુધી કોઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી. જ્યારે પીએફઆઈ વાત પર બેનની વાત થઈ રહી છે ત્યારે અમે તમને જણાવીશું કે પીએફઆઈ શું છે અને અત્યાર સુધી સરકારે કેટલાં સંગઠનો પર બેન મૂકી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએફઆઈ કેમ સમાચાર છે:
દિલ્લી, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, દિલ્લી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત 12 જેટલાં રાજ્યોમાં NIAની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. જેમાં 100થી વધારે પીએફઆઈ સમર્થકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અહીંયા નોંધવા જેવી વાત એ છે કે NIA દ્વારા કરવામાં આવેલું આ ઓપરેશન અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ગણાવવામાં આવી રહ્યું છે. પીએફઆઈ પર આ કાર્યવાહી ટેરર ફંડિગ, ટ્રેનિંગ કેમ્પનું આયોજન અને લોકોને ચરમપંથી બનાવવામાં પીએફઆઈનો હાથ હોવાના આરોપને લઈને કરવામાં આવી છે.


PFI શું છે?:


PFIનું આખું નામ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા છે


PFI એક કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન છે


SIMIનું જ નવું વર્ઝન PFI માનવામાં આવે છે


SIMI બેન થતાં જ 2006માં PFIની રચના કરાઈ છે.


PFIને પણ બેન કરવાની માગણી થતી રહી છે.


દિલ્લીના શાહીનબાગમાં PFIનું મુખ્યાલય છે.


કેરળના અનેક વિસ્તારમાં PFIનો મોટો પ્રભાવ છે.


દેશના 24 રાજ્યોમાં PFIનું સંગઠન ફેલાયેલું છે



PFI પર કયા-કયા આરોપ લગાવવામાં આવ્યા છે:


1.1993માં કેરળમાં નાંખવામાં આવ્યો પાયો


2. મુસ્લિમોની અવાજ ઉઠાવવા માટે સંગઠન રચાયાનો દાવો કરાયો


3. 2010માં પ્રોફેસરનો હાથ કાપવાનો આરોપ


4. 2012માં 27 રાજકીય હત્યાઓનો આરોપ લાગ્યો


5. 2016માં કર્ણાટકમાં RSS નેતાની હત્યા કરવામાં આવી


કયા-કયા સંગઠનો પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો:
ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પ્રમાણે અનલોફૂલ એક્ટિવિટીઝ 1967ના સેક્શન 35 અંતર્ગત અનેક સંગઠનો પર બેન લગાવવામાં આવ્યો છે.


1. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ


2. ખાલિસ્તાન કમાન્ડ ફોર્સ


3. ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ


4. ઈન્ટરનેશનલ શીખ યૂથ ફેડરેશન


5. લશ્કર-એ-તોયબા


6. જૈશ-એ-મોહમ્મદ


7. હરકત-ઉલ-મુજાહિદ્દીન


8. હિઝ્બ-ઉલ-મુજાહિદ્દીન


9. અલ-ઉમર-અલ મુજાહિદ્દીન


10. જમ્મુ એન્ડ કાશ્મીર ઈસ્લામિક ફ્રન્ટ


11. યૂનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ (ઉલ્ફા)


12. નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી)


13. પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)


14. યૂનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ


15. પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કંગલીપાક


16. કંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી


17. કંગલેઈ યાઓલ કાનબા લુપ


18. મણિપુર પીપલ્સ લિબરેશન ફ્રન્ટ


19. ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ


20. નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા


21. લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ


22. સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)


23. દીનદર અંજુમન


24. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનિસ્ટ)


25. માઓવાદી કમ્યુનિસ્ટ સેન્ટર


26. અલ બદ્ર


27. જમીયત-ઉલ-મુજાહિદ્દીન


28. અલ-કાયદા


29. દુખ્તારન-એ-મિલ્લત


30. તમિલનાડુ લિબરેશન આર્મી


31. તમિલ નેશનલ રિટ્રીવલ ટ્રૂપ્સ


32. અખલ ભારત નેપાલી એકતા સમાજ


33. આ સિવાય સરકારે આ સંગઠનો સાથે જોડાયેલા અનેક સંગઠનોને બેન કર્યા છે. સરકારે લગભગ 40 સંગઠનોને બેન કર્યા છે. તેની ડિટેઈલ ગૃહ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.