બાગપતઃ હંમેશા એવું કહેવામાં  આવે છે કે મહિલાઓ ટૂંકા વસ્ત્રો પહેરે તો પુરૂષોનું ધ્યાન ભટકે છે. મહિલાઓએ કોલેજમાં, ઓફિસમાં કે જાહેર સ્થળો પર ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવા ફરમાનો તો ઘણીવાર જાહેર થયા છે. પરંતુ ઉત્તર પ્રદેશના બાગપતમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. કેનરા બેન્કના મેનેજર અર્ચના કુમારીએ એક ગાઇડલાઇન જાહેર કરી છે. તેમણે ગાઇડલાઇનમાં કહ્યું છે કોઈ ગ્રાહક હાફ પેન્ટ પહેરીને બ્રાન્ચમાં આવે નહીં, કારણ કે તેનાથી મહિલા કર્મચારીઓનું ધ્યાન ભટકે છે. હાલ તો આ બેન્કનો આદેશ ચર્ચાનો વિષય બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી અનુસાર રમાલા કિશનપુર બરાલમાં કેનરા બેન્કની શાખા પર એક નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસ પર લખેલું છે કે બેન્કમાં કોઈ હાફ પેન્ટ પહેરીને આવે નહીં. તો બેન્કમાં તૈનાત સુરક્ષાકર્મીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઈ પુરૂષ ગ્રાહક શોર્ટ્સ પહેરી બેન્કમાં આવે છે તો તેને પરત મોકલી દેવામાં આવે. 


શું બોલ્યા બેન્કના બ્રાન્ચ મેનેજર
એક અખબાર સાથે વાત કરતા બેન્કના બ્રાન્ચ મેનેજરે કહ્યું, 'અમારા ઘણા ગ્રાહક યુવા છે જે હાફ પેન્ટ પહેરીને બેન્કમાં આવે છે અને અહીં મહિલા કર્મચારીઓની ફરિયાદ છે કે હાફ પેન્ટ તેને વિચલિત કરે છે. તે અમારા કામકાજને નુકસાન પહોંચાડે છે. તેથી શાખાના કેટલાક કર્મચારીઓ જેમાં મહિલાઓ પણ સામેલ છે, તેણે મારી પાસે લેખિત ફરિયાદ નોંધાવી હતી. કર્મચારીઓની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.'


આ પણ વાંચોઃ મહિલાઓના શરીરના અંગો પર આવેલા તલ હોય છે ખાસ, આપે છે શુભ સંકેત  


તો રવિવારે આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો હતો. કોઈ તેને બેન્કનું પ્રશંસનીય પગલું ગણાવી રહ્યાં છે તો કોઈ આ મુદ્દાનો વિરોધ કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube