આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો, ઘરેલૂ ઉડાનો યથાવત
આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો સંચાલન અને ડીજીસીએ દ્વારા મંજૂરી પ્રાપ્ત ઉડાનો પર લાગૂ થશે નહીં.
નવી દિલ્હીઃ Ban on international passenger: ભારતીય નાગરિક ઉડ્ડયન ડિરેક્ટોરેટ જનરલે ભારતથી આવતી-જતી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ યાત્રી ઉડાનો પર પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધો છે. પ્રતિબંધ પહેલા ઓગસ્ટના અંગ સુધી હતો. રવિવારે એક પરિપત્રમાં નાગરિક ઉડ્ડયન નિયામકે કહ્યુ- સક્ષમ સત્તાધિકારીએ અનુસૂચિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી પેસેન્જર સેવાઓના સંદર્ભમાં ઉપરોક્ત વિષય પર જારી કરાયેલા પરિપત્રની માન્યતા 30 સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો સંચાલન અને ડીજીસીએ દ્વારા મંજૂરી પ્રાપ્ત ઉડાનો પર લાગૂ થશે નહીં. પરંતુ રેગ્યુલેટર દ્વારા કેસ-ટુ-કેસ ધોરણે પસંદ કરાયેલા માર્ગો પર આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ ફ્લાઇટ્સને મંજૂરી આપી શકાય છે.
આ પણ વાંચો- દેશમાં આતંકી હુમલાનું અલર્ટ, PoK માં રાહ જોઈને બેઠા છે જૈશ એ મોહમ્મદના 5 આતંકી
કોરોના મહામારીને કારણે પાછલા વર્ષે માર્ચમાં ભારતમાં શિડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જ્યારે ઘરેલૂ ઉડાનો મે 2020થી ફરી શરૂ થઈ અને ધીમે-ધીમે તેમાં વધારો કરવામાં આવ્યો હતો. તો પ્રતિબંધના સતત વિસ્તારને કારણે આંતરરાષ્ટ્રીય યાત્રા સસ્પેન્ડ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube