નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં સવર્ણ સમાજ દ્વારા અપાયેલા બંધના આહ્વાન પર વ્યાપારીઓથી માંડીને નાના દુકાનદારોએ પણ તેનું સમર્થન કર્યું છે. પ્રદેશના અનેક ભાગોમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. મધ્ય પ્રદેસની સાથે સાથે રાજસ્થાન, બિહાર અને મહારાષ્ટ્રમાં પણ બંધનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો. બિહારમાં બંધના પગલે પટણામાં પ્રદર્શનકારીઓ ટ્રેનના પાટા પર જઈને બેસી ગયા છે, જેના કારણે ટ્રેન સેવાઓ ખોરવાઈ છે. નાલંદામાં પણ પ્રદર્શનકારીઓએ આગજનીની ઘટનાને અંજામ આપતા તમામ રસ્તાઓ પર ટ્રાફિક  જામ જોવા મળ્યો છે. એક બાજુ પ્રદેશના અનેક જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવાઈ છે તો બીજી બાજુ નેતાઓ અને મંત્રીઓના ઘરોની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન ઘટે તે માટે સીએમ હાઉસ અને ભાજપ કાર્યાલયની બહાર પણ સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી વધુ પ્રભાવ આ વિસ્તારોમાં
બંધની સૌથી વધુ અસર ગ્વાલિયર, ચંબલ, ભિંડ, દતીયા, ખરગૌન, ભોપાલ, ઈન્દોર, જબલપુર, શિવપુરીમાં જોવા મળી રહી છે. જો કે પ્રદેશના તમામ ભાગોમાં હાલ શાંતિ છે. પરંતુ આમ છતાં 2 એપ્રિલના રોજ થયેલી હિંસાત્મક ઘટનાઓને જોતા મધ્ય પ્રદેશ પોલીસ એલર્ટ છે. ગ્વાલિયર-ચંબલ સંભાગ સહિત ઈન્દોર, જબલપુર, ભોપાલમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રદેશની અનેક સરકારી શાળાઓ સહિત ખાનગી શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ છે. ભોપાલમાં બ્રમ્હા સમાગમ સમિતિએ તો ઈન્દોરમાં સવર્ણોના એસટીએસસી એક્ટના વિરોધમાં 6 સપ્ટેમ્બરના બંધનું આહ્વાન કર્યુ છે. અત્રે જણાવવાનું કે ઈન્દોરમાં 50થી વધુ સંગઠનોએ બંધનુ સમર્થન કર્યુ છે. 



આ જિલ્લાઓમાં કલમ 144 લાગુ
મધ્ય પ્રદેશના શિવપુરી, ખરગૌન, ચંબલ, ગ્વાલિયર, ભિંડ, દતિયા સહિત 10 જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરાઈ છે. ગ્વાલિયરમાં સુરક્ષાના ખાસ ઈન્તેજામ કરતા 1500 પોલીસકર્મીઓ તહેનાત કરાયા છે. જિલ્લામાં સંવેદનશીલ સ્થળોએ 40 કેમેરા અને 100 ફિક્સ પિકેટ લગાવાયા છે. શહેરમાં 4 ડ્રોન અને 615 સીસીટીવી કેમેરાની મદદથી નિગરાણી કરાશે.  પેટ્રોલ પંપ સાંજે 4 વાગ્યા સુધી બંધ રખાશે. પ્રદેશમાં 7 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ રહેશે. 


મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહારમાં બંધની અસર
-મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ભારત બંધને સંપૂર્ણ સંમર્થન
-શહેરની તમામ શાળા કોલેજો બંધ
-ગ્વાલિયર, ભોપાલ સહિત અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ
- સાંજે 4 વાગ્યા સુધી પેટ્રોલ પંપથી લઈને તમામ દુકાનો બંધ
- ભિંડ, મુરૈના, ખરગૌન, ઈન્દોર, જબલપુરમાં પણ કલમ 144 લાગુ
-  રાજસ્થાનના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યાં પ્રદર્શનકારીઓ
- પટણામાં પ્રદર્શનકારીોએ અનેક જગ્યાઓ પર આગજની કરી.
- પટણામાં ટ્રેનના પાટા પર બેસી ગયા પ્રદર્શનકારીઓ
- નાલંદામાં પણ રસ્તાઓ પર ઉતર્યા પ્રદર્શનકારીઓ
- મહારાષ્ટ્રના તમામ સંદિગ્ધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.