ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હાલ ભડકે બળી રહ્યો છે. હિંસા એ હદે વધી ગઈ કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ પોતાની ખુરશી છોડવી પડી અને દેશ છોડીને ભાગવું પડ્યું. અહીં ભડકેલી હિંસાએ 300થી વધુ લોકોના જીવ લીધા અને તખ્તાપલટ કરી દીધો. આ હિંસામાં અત્યાર સુધીમાં 10 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. બાંગ્લાદેશમા ભડકેલી હિંસા ત્યાંની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડી રહી છે. ફક્ત બાંગ્લાદેશ જ નહીં પરંતુ તેનાથી ભારતને પણ અસર થઈ શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપારી સંબંધોમાં પણ તણાવ જોવા મળી રહ્યો છે. ટ્રેન, હવાઈ સેવા બધુ બંધ કરી દેવાયું છે. ભારતની અનેક કંપનીઓનું ત્યાં મોટું રોકાણ છે. આ વિવાદથી આયાત નિકાસ ઉપરાંત એ કંપનીઓના રોકાણ ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બબાલ બાંગ્લાદેશમાં, અસર ભારત પર 
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં જે રાજકીય અસ્થિરતા આજે ચરમ સીમાએ પહોંચી છે તે વેપારની રીતે પણ ભારત માટે ચિંતા પેદા કરી રહી છે. ભારત અને બાંગ્લાદેશ બંને પાડોશી દેશ છે અને બંને વચ્ચે મોટા પાયે વેપાર થાય છે. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે. જ્યારે ભારત એશિયામાં બાંગ્લાદેશ બાદ બીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. આંકડામાં જોઈએ તો નાણાકીય વર્ષ 2023-24માં બાંગ્લાદેશે ભારત પાસેથી 1.97 બિલિયન અમેરિકી ડોલરનો સામાન નિકાસ કર્યો. જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં કુલ દ્વિપક્ષીય વેપાર 14.01 બિલિયન અમેરિકી ડોલરનો રહ્યો. 


ભારત-બાંગ્લાદેશ વચ્ચે ઘરેલું વેપાર
ડોમેસ્ટિક એક્સપોર્ટર્સે સોમવારે બાંગ્લાદેશના સંકટ પર ચિંતા જતાવતા કહ્યું કે પાડોશી દેશના ઘટનાક્રમની દ્વિપક્ષીય વેપાર પર અસર પડશે. નિકાસકારોને જો કે આશા છે કે સ્થિતિ જલદી સામાન્ય થઈ શકે છે. નિકાસકારોના જણાવ્યાં મુજબ બાંગ્લાદેશમાં વિદેશી મુદ્દરાની કમીના કારણે તેમણે પહેલેથી જ ત્યાં નિકાસમાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતની સરહદ પર બાંગ્લાદેને નિકાસ માટે પહોંચેલા જલદી ખરાબ થઈ જાય એવા સામાન અંગે પણ ચિંતા વધી છે. 


બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે અને દેશમાં વચગાળાની સરકાર સત્તા સંભાળી રહી છે. હસીના સરકરા વિરુદ્ધ છેલ્લા બે દિવસમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિયો)ના મહાનિદેશક અજય સહાયે કહ્યું કે બાંગ્લાદેશમાં સંકટના કારણે અમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ અમને આશા છે કે સ્થિતિ જલદી ઠીક થશે અને વેપારને કોઈ પડકારનો સામનો કરવો પડશે નહીં. 


કઈ કઈ ચીજોની આયાત-નિકાસ
પશ્ચિમ બંગાળ સ્થિતિ નિકાસકાર અને પૈટનના મેનેજિંગ ડાયરેક્ટર સંજય બુધિયાએ કહ્યું કે બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ આર્થિક અને ભૌગોલિક સંબંધ છે આથી આ સંકટની ભારતના વેપાર પર મહત્વનો પ્રભાવ પડી શકે છે. ભારત બાંગ્લાદેશને કપાસ, મશીનરી અને ખાદ્ય પદાર્થો સહિત અનેક પ્રકારનો સામાન નિકાસ કરે છે. જ્યેર જ્યૂટ અને માછલી જેવા સામાનની આયાત કરે છે. બુધિયાએ કહ્યું કે પુરવઠામાં વિક્ષેપ આ ક્ષેત્રોને અસર કરી શકે છે અને સરહદ બંધ હોવા કે સુરક્ષા વધારનારા  કોઈ પણ સંકટથી માલનો પ્રવાહ ખોરવાઈ શકે છે. ફિયોના રિજિયોનલ ચેરમેન (પૂર્વ ક્ષેત્ર) યોગેશ ગુપ્તાએ કહ્યું કે આ ઘટનાક્રમની દ્વિપક્ષીય વેપાર પર અસર પડશે. 


જો લાંબો ખેચાય વિવાદ તો?
તેમણે કહ્યું કે આવી ઘટનાઓથી સરહદો પર માલ સામાનની અવરજવર પ્રભાવિત થાય છે. આ પ્રકારના વિચારો શેર કરતા પીએસવાય લિમિટેડના માલિક પ્રવીણ શરાફે કહ્યું કે બાંગ્લાદેશમાં સંકટના લાંબાગાળાના પ્રભાવ પડશે અને દ્વિપક્ષીય વેપારને નુકસાન થશે. પીએસવાય લિમિટેડ  બાંગ્લાદેશને મસાલા, ખાદ્યાન્ન અને રસાયણો સહિત અનેક વસ્તુઓની નિકાસ કરે છે. શોધ સંસ્થાન જીટીઆરઆઈએ કહ્યું કે બાંગ્લાદેશ ડોલરની ભારે કમીનો સામનો કરી રહ્યું છે. જેણે ભારત સહિત અન્ય દેશોથી આયાત કરવાની તેની ક્ષમતાને સિમિત કરી છે. આ ઉપરાંત વધતા ફુગાવાએ પણ ઘરેલુ માંગણીને ઓછી કરી છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (જીટીઆરઆઈ)ના સંસ્થાપક અજય શ્રીવાસ્તવે કહ્યું કે બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલના કારણે પરિધાન અને અન્ય કારખાનાઓની સુરક્ષા કરવી જરૂરી છે. આ ઉપરાંત વેપાર અને આર્થિક ગતિવિધિઓને જાળવી રાખવા માટે સરહદ પાર સપ્લાય ચેનને ખુલ્લી રાખવી પણ જરૂરી છે.