Exclusive : બંગલા આતંકી સંગઠને ઘડ્યું મહિલા ફિદાયિન દ્વારા બુદ્ધપૂર્ણિમાના દિવસે હુમલાનું કાવતરું
ગુપ્તચર એજન્સીઓએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, આતંકવાદીઓ ફિદાયિન હુમલાની તૈયારીમાં છે, બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગર્ભવતી મહિલાના સ્વરૂપમાં આતંકવાદી હિન્દુ કે બૌદ્ધ મંદિરમાં પ્રવેશ કરી શકે છે
નવી દિલ્હીઃ આતંકવાદી હુમલાના મોટા કાવતરાના ઈનપુટ પછી ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે તેઓ કોઈ મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. નેપાળના માર્ગે 3 આતંકીએ ઘુસણખોરી કરી છે અને તેઓ બાંદીપોરા પહોંચી ચૂક્યા છે. બીજી તરફ બાંગ્લાદેશમાં સક્રિય આતંકી સંગઠન જમાતુલ-મજુહિદ્દીન બાંગ્લાદેશે એક મહિલા આત્મઘાતી ટૂકડીતૈયાર કરી છે. જે બાંગ્લાદેશ, ભારત અને મયાનમારમાં બૌદ્ધ મંદિરોને નિશાન બનાવી શકે છે.
એજન્સીઓ આ બાબતને શ્રીલંકામાં ચર્ચો પર થયેલા હુમલા બાદ ISISના દક્ષિણ-પૂર્વ એશિયામાં પ્રવેશ તરીકે પણ લઈ રહી છે. સૂત્રો અનુસાર સાજિદ મીર નામનો એક સ્થાનિક આતંકવાદી કાઠમંડુ પહોંચ્યો છે અને ત્યાંથી 3 વિદેશી આતંકી સાથે ઉત્તર-કાશ્મીરના બાંદીપોરા ગયો છે. બાંદીપોરામાં મોટાભાગે વિદેશી આતંકીઓ હોય છે અને તે લશ્કરે-તૈયબા અને જૈશ સાથે સંકળાયેલા હોય છે.
નેપાળના માર્ગે ઘુસણખોરી થયાના સમાચારે ગુપ્તચર એજન્સીઓના હોશ ઉડાવી દીધા છે. કેમ કે, છેલ્લા બે વર્ષ એટલે કે 2017 અને 2018માં આ માર્ગેથી એક પણ ઘુસણખોરી થઈ નથી. નેપાળના સરહદીય વિસ્તારોમાં એક સમયે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનું મજબૂત નેટવર્ક હતું, પરંતુ તેનો સફાયો કરી દેવાયો હતો.
OMG ! વ્યક્તિના પેટમાંથી નિકળી 116 ખીલી, છરા અને તાર, ડોક્ટરો પણ રહી ગયા ચકિત!
બુદ્ધપૂર્ણિમાના દિવસે હુમલાનું કાવતરું
બાંગ્લાદેશમાં સક્રિય આતંકવાદી સંગઠન જમાતુલ માજાહિદ્દીન બાંગ્લાદેશ દ્વારા મહિલા આત્મઘાતી હુમલાખોર તૈયાર કરાઈ છે. જેમના દ્વારા બૌદ્ધ મંદિરોને નિશાન બનાવવાની તૈયારી છે. 18 મેના રોજ બુદ્ધ પૂર્ણિમા છે અને આ દિવસે બાંગ્લાદેશ, મયાનમાર અને ભારતમાં હુમલો કરવામાં આવે એવા ગુપ્તચર એજન્સીઓને અહેવાલ મળ્યા છે. આતંકી સંગઠન બૌદ્ધો દ્વારા મુસ્લિમો પર થઈ રહેલા કથિત અત્યાચારનો બદલો લેવા માગે છે.