અયોધ્યા: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir)ના નિર્માણ કાર્યનું વધુ એક પગલું આગળ વધી ગયું છે. ગુરૂવારે રામ મંદિર ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ એક્ટિવ થઇ ગયું છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (SBI)ની અયોધ્યા બ્રાંચમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું એકાઉન્ટ છે. ગુરૂવારે આ બેન્ક એકાઉન્ટ એક્ટિવ થઇ ગયું છે. SBI ના અધિકારીઓને રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે પૈસાની ગણતરી કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે SBIમાં રામ મંદિર ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોવિંદદેવ ગિરીના નામથી સંયુક્ત રીતે ખાતું ખોલવામાં આવ્યું છે. ગુરૂવારે રામ મંદિર ટ્રસ્ટને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા પાન નંબર પણ ઇશ્યૂ કરવામાં આવ્યો છે. જોકે આ એકાઉન્ટ પબ્લિક માટે 15 દિવસ બાદ ઉપલબ્ધ થશે. 15 દિવસ બાદ જ સામાન્ય જનતા રામ મંદિર નિર્માણ માટે દાન કરી શકશે. ઇન્કમ ટેક્સ અધિનિયમમાં ટ્રસ્ટને છૂટ મળ્યા બાદ સામાન્ય જનતા રામ મંદિર માટે સહયોગ કરી શકે છે.


આ પહેલાં 5 ફેબ્રુઆરી 2020ને કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરી દીધી હતી. તેની જાહેરાત પીએમ મોદીએ પોતે લોકસભામાં કર્યું. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો છે. જેમાં 9 કાયમી અને 6 નામિત સભ્યો હશે. કે. પરાસરન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ હશે. 


શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોના નામ


કે. પરાસરન ટ્રસ્ટ, અધ્યક્ષ


શંકરાચાર્ય વાસુદેવાનંદ મહારાજ, સભ્ય


પરમાનંદ મહારાજજી હરિદ્વાર, સભ્ય


સ્વામી ગોવિંદગિરી જી પુણે, સભ્ય


વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા, સભ્ય


ડો. અનિલ મિશ્રા, સભ્ય


ડો. કમલેશ્વર ચૌપાલ, સભ્ય


મહંત દિનેન્દ્ર દાસ નિર્મોહી અખાડા, સભ્ય


આ ઉપરાંત ડીએમ અયોધ્યા ટ્રસ્ટ્રના સંયોજક સભ્ય હશે અને ટ્રસ્ટમાં 6 નામિત સભ્યો હશે. તેમને બોર્ડ ઓફ ટ્રસ્ટ નામિત કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube