નવી દિલ્હીઃ અખિલ ભારતીય બેન્ક કર્મચારી સંઘના સભ્યોએ 10 સરકારી બે્નકોના વિલય કરીને ચાર બેન્ક બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. સરકારના નિર્મય પર વિરોધ પ્રદર્શન માટે સહરકારી અને ખાનગી બેન્કોમાં કામ કરતા આ સંગઠના સભ્યોએ શનિવારે કામકાજના સ્થળે કાળી પટ્ટી બાંધીને કામ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંઘના મહામંત્રી સી.એચ. વેંકટચાલમે જણાવ્યું કે, સરકારે આ નિર્ણય ખોટા સમયે લીધો છે અને તેની સમીક્ષાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, સરકારના નિર્ણયના વિરોધમાં એસોસિએશન એક રેલી પણ કાઢશે. તેમણે જણાવ્યું કે, આ વિલયનો અર્થ છ બેન્કોનું બંધ થવું છે. 


1 સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યાં છે આ 10 મોટા ફેરફાર, જાણો તમારા પર શું પડશે અસર


ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે શુક્રવારે 10 સરકારી બેન્કોનો વિલય કરીને ચાર મોટી બેન્ક બનાવવાની જાહેરાત કરી હતી. આ વિલયની જાહેરાત કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, બેન્કોના વિલયનું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બેન્કોનું નિર્માણ કરવાનો છે, જેથી દેશને 5 હજાર અબજ ડોલરનું અર્થતંત્ર બનાવી શકાય. 


સરકારના આ વિલયના નિર્ણય પછી દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કોની કુલ સંખ્યા હવે 12 થઈ ગઈ છે. નવ વિલિનીકરણ પછી પંજાબ નેશનલ બેન્ક એસબીઆઈ પછી બીજા નંબરની સૌથી મોટી બેન્ક બની છે. બેન્ક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની મોટી બેન્ક છે. કેનરા બેન્ક દેશની ચૌથા નંબરની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક બની છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....