નવી દિલ્હી: બેંકમાં કામ કરતા કર્મચારીઓ માટે જરૂરી સમાચાર છે. હવે બેંક કર્મચારીઓએ નોકરી અંગે ખાસ સતર્કતા વર્તવાની જરૂર છે. દેશની ટોચની કોર્ટ સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં બેંક કર્મચારીઓ માટે કડકાઈ વર્તતા કહ્યું કે બેંક કર્મચારીનું પદ ખુબ જ વિશ્વસનીય અને જવાબદારીવાળું હોય છે. આવામાં જો કોઈ કર્મચારી પોતાના કામમાં ગડબડ કરે તો તેની પાસેથી તેની નોકરી પણ છીનવામાં આવી શકે છે. જાણો વિગતવાર માહિતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્મચારીઓની અનિયમિતતા પર કડકાઈ
નોંધનીય છે કે જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ અભય એક ઓકાની પેનલે આ મામલે સુનાવણી કરતા બેંક ક્લાર્કને બરખાસ્ત કરવાનો આદેશ યથાવત રાખ્યો. સુનાવણી દરમિયાન પેનલે કહ્યું કે બેંકમાં કામ કરવા માટે ઈમાનદારી અને સત્યનિષ્ઠા જરૂરી શરત છે. બેંકમાં કામ કરનારા વ્યક્તિની કોઈ પણ પ્રકારની અનિયમિતતાને કડકાઈથી પહોંચી વળવું જોઈએ. 


સુપ્રીમ કોર્ટે કડકાઈ વર્તતા આપ્યો આ આદેશ
અત્રે જણાવવાનું કે સુનાવણી દરમિયાન પેનલે કડક ટિપ્પણી  કરતા કહ્યું કે માત્ર એટલા માટે કે કર્મચારી આ બધા વચ્ચે સેવાનિવૃત્ત થઈ ચૂક્યો છે, તેને તેની ડ્યૂટી દરમિયાન કરાયેલી ગડબડીઓ માટે માફ કરી શકાય નહીં. આરોપીના અપરાધની પ્રકૃતિને જોતા તે કોઈ પણ પ્રકારની છૂટ માટે હકદાર નથી. આવા કેસમાં નરમાઈની સલાહ ક્યારેય આપી શકાય નહીં. 


જાણો શું હતો મામલો
નોંધનીય છે કે આ મામલો 1973 માં નિયુક્ત થયેલા કર્મચારી સંલગ્ન છે. જે બેંકમાં ક્લાર્ક-ટાઈપિસ્ટના પદે ભરતી થયો હતો. હકીકતમાં તેમણે પોતાના સેવાકાળ દરમિયાન પોતાની ફરજો બજાવવામાં ગંભીર અનિયમિતતા વર્તી જેના કારણે તેમને 7 ઓગસ્ટ 1995ના રોજ સસ્પેન્ડ કરાયા. ત્યારબાદ 2 માર્ચ 1996ના રોજ દાખલ થયેલી ચાર્જશીટમાં તપાસ અધિકારીને તેમના વિરુદ્ધ લાગેલા આરોપોને યોગ્ય લાગ્યા. ત્યારપછી તેમને 6 ડિસેમ્બર 2000 ના રોજ બરખાસ્ત કરાયા. અને આ બધા પછી સુપ્રીમ કોર્ટે પણ આખરે આ નિર્ણયને યોગ્ય ઠેરવી દીધો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube