બેંકના લાખો ખાતા ધારકો પર થશે અસર, સરકારે લીધો છે મોટો નિર્ણય !
મોદી સરકાર દ્વારા તબક્કાવાર એક પછી એક બેંકોનાં વિલયને મંજુરી આપવામાં આવી રહી છે
નવી દિલ્હી : મોદી સરકારે બુધવારે એક નિર્ણય લીધો જેની અસર કરોડો બેંક ખાતાધારકો પર પડી શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળે પબ્લિક સેક્ટરનાં ત્રણેય બેંકોના વિલયને મંજુરી આપી દીધી છે. જે બેંકોનું વિલય થવાનું છે તે બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંક છે.આ વિલય બાદ તે દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે. તે અગાઉ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને આઇસીઆઇસીઆઇ બેંક આવે છે. જો કે સવાલ છે કે આ બેંકોના વિલયની અસર ખાતાધારકો પર શું પડશે ?
બેંકોનો વિલય શા માટે કરવામાં આવે છે ?
આ વિલયનો ઉરાદો ભારતીય બેંકોને વૈશ્વિક સ્તર પર પ્રતિસ્પર્ધામાં સક્ષમ બનાવવા માટેનું છે. સરકારનુંમાનવું છે કે વિલય બાદ આ બેંકોનું સંચાલન ક્ષમતા સુધરશે. તે ઉપરાંત ખર્ચમાં ઘટાડો પણ થશે અને નવી બેંક હાલની પ્રતિસ્પર્ધક મેચને હરાવી શકશે. આ યોજના 1 એપ્રીલ, 2019થી અસ્તિત્વમાં આવશે.
કોને ફાયદો કોને નુકસાન ?
સરકારનાં આ પગલાનો સૌથી મોટો ફાયદો દેના બેંકને મળવાનો છે. દેના બેક ફસાયેલા પૈસા (NPA)નાં મોટા બેઝાના કારણે રિઝર્વ બેંકના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનનાં વર્તુળમાં છે. આ જ કારણે તેને દેના બેંક પર કોઇ પણ લોન આપવા પર પ્રતિબંધ લાગેલો છે. જ્યારે તેનું નુકસાન બેંક ઓફ બરોડાને ઉઠાવવું પડી શકે છે. આ બેંકોના વિલય મુદ્દે ઘણા વર્ષો પહેલા આરબીઆના ગવર્નર રઘુરામ રાજે પણ સવાલ પેદા કર્યો હતો. તેમણે જાન્યુઆરી 2014માં એક લેક્ચર દરમિયાન કહ્યું હતું કે, જો આપણે કોઇ બિમાર બેંકનો વિલય કોઇ મોટી સ્વસ્થ બેંક સાથે કરીએ તો તેનાં વિલયનાં સમયે મોટી સ્વાસ્થય બેંકો માટે સમસ્યાઓ પેદા થઇ શકે છે.
શું બેંક ફ બરોડાનું નામ પણ બદલાશે.
સરકાર દ્વારા તે વાતનાં સંકેત અપાયા કે બ્રાંડની ઓળખ યથાવત્ત રખાશે. જેથી વિલય પછી પણ બેંક ઓફ બરોડાનું નામ જ રહેશે. આ વિલય બાદ બંનનારી બેંક ઓફ બડોદા પાસે કુલ 9401 બેંક શાખાઓ અને કુલ 13432 એટીએમ થઇ જશે.
શું કર્મચારીઓની નોકરી જશે ?
બેંકોના વિલય બાદ જે સૌથી મુખ્ય સવાલ છે તે છે કે દેના બેંક અથવા વિજયા બેંકમાં કામ કરનારા કર્મચારીઓની છટણી થશે ? શું તેનો જવાબ થશે ? બુધવારે આ અંગે માહિતી આપતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ વિલયથી આ બેંકોના કર્મચારીઓને સેવા શર્તો પર કોઇ જ અસર નહી પડે. વિલય બાદ કોઇ છટણી પણ નહી થાય.