નવી દિલ્લીઃ ઉત્તરપ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બરેલીના દુનકા વિસ્તારમાં વાનરોએ એક ચાર મહિનાના બાળકને પિતા પાસેથી છીનવીને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો. ત્રીજા માળેથી પડતા બાળકનું મોત થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ 15 જુલાઈના રોજ દુનકા વિસ્તારમાં પોતાના ઘરના ધાબા પર નિર્દેશ ઉપાધ્યાય અને તેમના પત્ની પોતાના ચાર મહિનાના બાળકને લઈ ઉભા હતા. આ દરમિયાન એકાએક મોટી સંખ્યામાં આવેલા વાનરોએ પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલો થતા નિર્દેશે પરિવારજનોને બોલાવવા માટે બુમો પાડી હતી. પરિવારજનો ધાબા પર પહોંચે તે પહેલા વાનરના ગ્રુપે પરિવાર પાસેથી બાળકને છીનવ્યો હતો. અને ત્યાર બાદ 4 મહિનાના બાળકને નીચે ફેંકી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ માળથી નીચે પડતા બાળકનું મોત નિપજ્યું. પરિવાજનો જ્યારે ધાબા પર પહોંચ્યા, ત્યારે તેમના પર પણ વાનરે હુમલો કર્યો હતો, અને પિતાને વાનરોએ બચકા ભર્યા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના પહેલા પરિવાર બાળકના નામકરણની વિધિની તૈયારી કરી રહ્યું હતુ. 


આ ઘટના મામલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.. ઘટના બાદ સ્થાનિક તંત્રે રખડતા વાનરોને પકડવા માટેનું આશ્વાસન આપ્યું છે.. ઘટના મામલે બરેલીના મુખ્ય વન સંરક્ષક લલિત વર્માએ કહ્યું કે, આ ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. 


વાનરના પરિવાર પર હુમલા મામલે શું કાર્યવાહી થશે તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી કે, તંત્ર શું કાર્યવાહી કરશે અને કોને દોષિત ઠેરવશે. આગામી દિવસોમાં ફરી આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે સ્થાનિક તંત્ર પગલા ભરે તેવી શક્યતા છે. ગત અઠવાડિયામાં યૂપીના લખનઉમાં એક ઘટના સામે આવી હતી, જેમાં એક શ્વાને પોતાના માલિકના પેટ પર બચકુ ભર્યા હતા. જેથી મહિલાનું મોત થયુ હતુ.