Pregnant Woman Gangraped: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક શર્મસાર કરી દેનાર ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી મહિલાને સાથે ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. ગેંગરેપ બાદ ત્રણ મહિનાના ભ્રૂણના પેટમાં જ મોત થઇ ગયું છે. પીડિતા ન્યાય માટે ડબ્બામાં ભ્રૂણ લઇને એસએસપી ઓફિસ પહોંચી. મહિલા સાથે ગેંગરેપની ઘટના 13 સપ્ટેમ્બરે થઇ હતી. ત્રણેય લોકોએ તેને અંજામ આપ્યો હતો. મામલો સામે આવ્યા બાદ એસએસપીએ આકરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. કેસ પોલીસ મથક બિશારત ગંજ વિસ્તારનો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપીએ 3 મહિનાની ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ કર્યો. ઘટના તે સમયે થઇ હતી જ્યારે મહિલા કોઇ કામથી ખેતરમાં ગઇ હતી. તે દરમિયાન ઘાત લગાવીને બેઠેલા ગામના જ માથાભારે તત્વોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. 


આરોપીએ રેપ બાદ મહિલાને ત્યાં છોડીને ફરાર થઇ ગયા હતા.જાણકારી અનુસાર મોડીવાર સુધી જ્યારે પીડિતા ઘરે ન પહોંચી તો પરિવરજનો ખેતરમાં જોવા પહોંચ્યા જ્યાં તે ગંભીર હાલતમાં મળી. પરિવારજનો મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા, જ્યાં બાળકનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ દરેક પ્રયત્નો કર્યા, તેને બચાવી શકાઇ. ડોક્ટરોએ જણાવ્યું કે દુષ્કર્મ દરમિયાન બાળક મહિલાના ગર્ભમાં જ મરી ગયું. મહિલાના પરિજનો ન્યાય માટે ઓફિસરોના આંટા મારી રહી છે.