બાડમેર : કાયદો અને વ્યવસ્થા મુદ્દે રાજસ્થાનની અશોક ગહલોત સરકાર પર સતત સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ ગુરૂવારે રાજસ્થાનનાં બાડમેરમાં પોલીસ કસ્ટડીમાં દલિત યુવકનાં મોત મુદ્દે બાડમેર પોલીસ અધિક્ષક (SP) શરદ ચૌધરી અને એક સર્કલ ઓફીસરને તેના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. 25 વર્ષીય દલિત યુવકનાં મોતથી પોલીસ મહેકમમાં હડકંપ મચી ચુક્યો છે. આ અગાઉ પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સસ્પેન્ડ કરી દીધો હતો. સમગ્ર સ્ટાફને લાઇન હાજર કર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન વિધાનસભામાં સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલે શૂન્યકાળ દરમિયાન સદનને માહિતી આફી કે સ્ક્રેપ ડીલર જીતુની વિરુદ્ધ કોઇ કેસ દાખલ કરવામાં નહોતો આવ્યો, જેને પોલીસે બુધવારે સાંજે ચોરીનાં કેસમાં સંડોવાયેલો હોવાની આશંકાને આધારે કસ્ટડીમાં લીધો હતો. બીજી તરફ જીતુનાં પરિવારનો આરોપ છે કે તેને બિનકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ઢોર મારનાં કારણે તેનું કસ્ટડીમાં મોત થયું હતું. ધારીવાલે કહ્યું કે, એસએચઓને ફરજ રિક્ત કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય તમામ પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. 

બીજી તરફ ન્યાયીક તપાસનાં આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, એડીજી (નાગરિક અધિકાર) અને જોધપુરનાં આઇજી બાડમેર પહોંચી ગયા છે. એડિશનલ એસપી, સીઆઇડી-સીબી દ્વારા પણ પુછપરછ કરવામાં આવી રહી છે. વિધાનસભામાં એક નિવેદન આપતા ધારીવાલે કહ્યું કે, પોલીસે જીતુને આ માહિતી અંગે કાર્યવાહી કરતા ઉઠાવ્યો કે તેની દુકાન પર કેટલાક ચોરીનાં પાઇપ ઉતારવામાં આવ્યા હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને બુધારે રાત્રે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા. અને બીજા દિવસે જીલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. ધારીવાલે કહ્યું કે, ગુરૂવારે બપોરે 2 વાગ્યે તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધા.