Basant Panchami 2022: આજે વસંત પંચમી, અહીં જાણો શુભ મુહૂર્ત, પૂજાની રીત અને મહત્વ, બની રહ્યો છે ત્રિવેણી યોગ
વસંત પંચમી (Basant Panchami 2022) હોળીની તૈયારીઓની શરૂઆતનું પ્રતિક છે. હોળીનો તહેવાર વસંત પંચમીના 40 દિવસ પછી ઉજવવામાં આવે છે. વસંત પંચમીનો આ તહેવાર જ્ઞાન, સંગીત અને કલાની દેવી સરસ્વતીને સમર્પિત છે.
નવી દિલ્હી: ભારતમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને વસંત પંચમી અને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. વસંત પંચમીનો તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે બસંત પંચમીનો તહેવાર આજે એટલે કે 5 ફેબ્રુઆરી 2022ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. વસંત પંચમી (Basant Panchami 2022) હોળીની તૈયારીઓની શરૂઆતનું પ્રતિક છે. હોળીનો તહેવાર વસંત પંચમીના 40 દિવસ પછી ઉજવવામાં આવે છે. વસંત પંચમીનો આ તહેવાર જ્ઞાન, સંગીત અને કલાની દેવી સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે શાળા-કોલેજો તેમજ મંદિરોમાં દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
સરસ્વતી પૂજાના શુભ મુહૂર્ત (Saraswati Puja Shubh Muhurat)
શનિવાર, 5 ફેબ્રુઆરી, 2022 ના રોજ વસંત પંચમી
વસંત પંચમી સરસ્વતી પૂજા મુહૂર્ત - 07:07 AM થી 12:35 PM
વસંત પંચમી મધ્યાહન ક્ષણ - 12:35 PM
પંચમી તિથિની શરૂઆત - 05 ફેબ્રુઆરી, 2022 સવારે 03:47 વાગ્યે
પંચમી તિથિ સમાપ્ત - 06 ફેબ્રુઆરી, 2022 સવારે 03:46 વાગ્યે
મા સરસ્વતીની પૂજા વિધિ (Maa Saraswati Puja Vidhi)
- આ દિવસે પીળા, વસંતી કે સફેદ વસ્ત્રો પહેરો. પૂજાની શરૂઆત પૂર્વ કે ઉત્તર તરફ મોઢું રાખીને કરો.
- દેવી સરસ્વતીને પીળું કપડું પાથરીને તેના પર સ્થાપિત કરો અને રોલી મોલી, કેસર, હળદર, ચોખા, પીળા ફૂલ, પીળી મીઠાઈ, મિશ્રી, દહીં, હલવો વગેરે પ્રસાદના રૂપમાં પોતાની પાસે રાખો.
- જમણા હાથે દેવી સરસ્વતીને સફેદ ચંદન અને પીળા અને સફેદ ફૂલ અર્પણ કરો.
- કેસર મિશ્રિત ખીર ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- હળદરની માળા સાથે મા સરસ્વતીના મૂળ મંત્ર, ઓમ સરસ્વત્યાય નમઃનો જાપ કરવો શ્રેષ્ઠ રહેશે.
- પૂજામાં કાળા અને વાદળી વસ્ત્રોનો ઉપયોગ ટાળજો. જો શિક્ષણમાં કોઈ અડચણ આવી રહી હોય તો આ દિવસે વિશેષ પૂજા કરવાથી તેને સુધારી શકાય છે.
વસંત પંચમીનું મહત્વ
વસંત પંચમીનું પૌરાણિક મહત્વ રામાયણ કાળ સાથે સંકળાયેલું છે. જ્યારે મા સીતાને રાવણ લંકા લઈ ગયો હતો, ત્યારે ભગવાન શ્રી રામ જે સ્થળોએ તેમની શોધમાં ગયા હતા, ત્યાં દંડકારણ્ય પણ હતું. અહીં શબરી નામની ભીલાણી રહેતી હતી. જ્યારે રામ તેની ઝૂંપડીમાં આવ્યા, ત્યારે તેણીએ શું કરવું અને શું ન કરવું તેને ખબર પડતી નહોતી અને તેણે પ્રેમથી ચાખી ચાખીને રામજીને મીઠા બોર ખવડાવવાનું શરૂ કર્યું. કહેવાય છે કે ગુજરાતના ડાંગ જિલ્લામાં આજે પણ એ જગ્યા છે, જ્યાં શબરી માનો આશ્રમ હતો. ભગવાન રામચંદ્ર ત્યાં વસંત પંચમીના દિવસે આવ્યા હતા. આથી વસંત પંચમીનું મહત્વ વધી ગયું.
બસંત પંચમી પર બની રહ્યો છે ત્રિવેણી યોગ
વસંત પંચમી વસંતઋતુની શરૂઆત દર્શાવે છે. આ તહેવાર પંચમીના દિવસે સૂર્યોદય અને મધ્યાહન વચ્ચે ઉજવવામાં આવે છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. આ વખતે વસંત પંચમી પર ત્રિવેણી યોગ બની રહ્યો છે. 4 ફેબ્રુઆરીના રોજ સવારે 7:10 વાગ્યાથી 5 ફેબ્રુઆરીએ સાંજે 5:40 વાગ્યા સુધી સિદ્ધ યોગ રહેશે. જ્યારે, 5 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:41 વાગ્યાથી બીજા દિવસે 6 ફેબ્રુઆરીએ સાંજે 4:52 વાગ્યા સુધી સિદ્ધિનો યોગ રહેશે. આ ઉપરાંત રવિ યોગના શુભ સંયોગને કારણે આ દિવસે ત્રિવેણી યોગ બની રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube