બેંગલુરુ: કર્ણાટકમાં ભાજપ વિધાયક દળના નવા ચૂંટાઈ આવેલા નેતા બસવરાજ બોમ્મઈએ આજે રાજ્યના 23માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પ્રદેશના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને મંગળવારે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. શપથ ગ્રહણ બાદ બસવરાજ બોમ્મઈ વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકેની પહેલી પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજભવનમાં લીધા શપથ
બોમ્મઈએ કહ્યું કે મે રાજ્યપાલને વિધાયક દળના નેતા તરીકે મારી પસંદગ અંગે જણાવ્યુ. તેમણે મને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. રાજ્યપાલ કાર્યાલય મુજબ શપથ ગ્રહણ સમારોહ રાજ ભવનના ગ્લાસ હાઉસમાં થયો. આ સાથે જ બોમ્મઈનું એકલાનું જ શપથગ્રહણ થયું. અન્ય કોઈ મંત્રીનો શપથ ગ્રહણ થયો નહીં.  


Corona Update: જોખમ હજું ટળ્યું નથી!, દેશમાં ફરીથી કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર વધારો


લિંગાયત સમુદાયથી આવે છે બસવરાજ
અત્રે જણાવવાનું કે બસવરાજ બોમ્મઈએ પોતાની રાજનીતિની શરૂઆત જનતાદળથી કરી હતી. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીનો ભાગ બન્યા. તેઓ બીએસ યેદિયુરપ્પાની નીકટના ગણાય છે. આ જ કારણ છે કે તેમને મુખ્યમંત્રી પદની રેસમાં ફાયદો મળ્યો અને તેમના નામની પસંદગી થઈ. 


Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટતા 4 લોકોના મોત, 40 લોકો ગૂમ


બીએસ યેદિયુરપ્પાની જેમ બસવરાજ બોમ્મઈ પણ લિંગાયત સમુદાયથી આવે છે. તેમના પિતા એસ.આર.બોમ્મઈ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.  બસવરાજ બોમ્મઈ કર્ણાટકના 23માં મુખ્યમંત્રી બન્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube