નવી દિલ્હી: મહારાષ્ટ્રના ધુલેમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. ધુલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો જેમાં 13 લોકોના મોત થયા અને 35થી વધુ લોકો ઘાયલ થયા છે. અગાઉ એવા અહેવાલ હતાં કે 20 જેટલા લોકોના મોત થયા છે. પરંતુ પ્રશાસન દ્વારા 13 લોકોના મોતની પુષ્ટિ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આ ભીષણ વિસ્ફોટ ધુલે જિલ્લાના શિરપુરની છે. જ્યાં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થવાના કારણે 13 જેટલા લોકોના મોત થયા છે. 35 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફેક્ટરીમાં હજુ પણ 70 જેટલા લોકો ફસાયેલા છે. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાઈ રહ્યાં છે. 


કહેવાય છે કે વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ લાગી ગઈ જેના કારણે લોકો ફસાયા છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ત્યાં પહોંચી છે અને રાહત કાર્ય માટે પણ પ્રશાસન તરફથી ટીમો મોકલવામાં આવી છે. ફાયરની ગાડીઓ આગ કાબુમાં લેવા માટે તનતોડ મહેનત કરી રહી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...