40 લાખનું બાથટબ, 12 લાખનું કમોડ, 500 કરોડના વૈભવી બંગલાને લઈને વિવાદમાં આવ્યા જગનમોહન રેડ્ડી
આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાઈએસ જનગમોહન રેડ્ડી વિવાદોમાં ઘેરાયા છે. સત્તામાં રહેલી ટીડીપીનો આરોપ છે કે જગને વિશાખાપટ્ટનમાં રૂશિકોંડા હિલ પર આલીશાન મહેલ બનાવ્યો છે. પરંતુ જગન રેડ્ડીની પાર્ટીએ સ્પષ્ટતા કરી અને કહ્યું, આ તેમની ખાનગી સંપત્તિ નથી અને તેનો ઉપયોગ સરકારી ઉદ્દેશ્યો માટે કરી શકાય છે.
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડી વિવાદોમાં આવી ગયા છે.... તેમણે જનતા પાસેથી કરોડો રૂપિયા છીનવીને 500 કરોડ રૂપિયાનો મહેલ બનાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. ઋષિકોંડા હિલ પર બનાવેલા મહેલમાં 40 લાખનું બાથટબ, 12 લાખનું કમોડ, અત્યાધુનિક ફર્નિચર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી ત્યારે કેટલો લક્ઝરી છે આ હિલ પેલેસ?... ટીડીપીએ જગનમોહન રેડ્ડી પર શું આરોપ લગાવ્યો?... આ સવાલના જવાબ જોઈશું આ અહેવાલમાં.
આ શબ્દો સાંભળીને તમને કોઈ અરબપતિ વ્યક્તિનું મકાન હોય તેવો વિચાર આવે.... પરંતુ આ મહેલ ભારતના એક રાજકીય નેતાનો છે.... આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી YSR જગનમોહન રેડ્ડીએ ઋષિકોંડા હિલ પર શાનદાર મહેલ બનાવ્યો હતો... સમુદ્ર કિનાર બનાવેલા આ મહેલના દ્રશ્યો સામે આવ્યા છે.... જેને જોઈને તમે પણ રોમાંચિત થઈ જશો....
આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાતાંની સાથે જ જગનમોહન રેડ્ડીનું નસીબ પણ બદલાઈ ગયું છે.... કેમ કે ચંદ્રાબાબુ નાયડુ મુખ્યમંત્રી બનતાં જ જગન રેડ્ડી સામે કાયદાકીય કાર્યવાહી તેજ થઈ ગઈ છે... આજ શ્રેણીમાં છે ઋષિકોંડા હિલ પર પર આવેલો આ શાનદાર મહેલ..... ટીડીપીના પ્રવક્તાએ આ અંગે જગન મોહન રેડ્ડી સામે ગંભીર આરોપ લગાવ્યા છે..
આ પણ વાંચોઃ MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણય
ગઈકાલે આખી દુનિયા ઋષિકોંડા હિલ પેલેસના દ્રશ્યો જોઈને સ્તબ્ધ રહી ગઈ. જેને જગન મોહન રેડ્ડીએ બનાવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રીએ જે રીતે તેમાં લખલૂટ ખર્ચો કર્યો છે તેને સાંભળીને મન ચકરાવે ચઢી ગયું છે. મહેલમાં ગોલ્ડ પ્લેટેડ નળ, વિશાળ બાથટબ, બે રૂમની સાઈઝનો વોશરૂમ, મોંઘુંદાટ ફ્લોરિંગ, ફર્નિચર, લેવિશ પ્રેસિડેન્શિયલ શ્યૂ઼ટ. એક રાજાને શોભે તેવી તમામ સુવિધાઓ છે.
ઋષિકોંડા પેલેસ સમુદ્રની સામે 9.88 એકરમાં ફેલાયેલો છે.... જગન મોહન રેડ્ડીના કાર્યકાળમાં 7 લક્ઝરી બિલ્ડિંગમાંથી 3 બિલ્ડિંગ રેસિડેન્શિયલ છે.... જેમાં 12 બેડરૂમ આવેલા છે.... દરેક બેડરૂમમાં અટેચ લક્ઝરી વોશરૂમ છે.... જેમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધાઓ, હાઈ ક્વોલિટી ફર્નિશિંગ પર જનતાના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
500 કરોડ રૂપિયાનો આ બંગલો બનાવવા માટે પર્યાવરણના નિયમોની ઐસીતૈસી કરવામાં આવી હતી તેનો પણ પર્દાફાશ થયો છે.... એકબાજુ આંધ્ર પ્રદેશ 12 લાખ કરોડ રૂપિયાના વ્યાજના દેવા નીચે દબાયેલું છે... ત્યારે રાજકીય નેતાઓ આ રીતે જનતાના પૈસાનો ઉપયોગ પોતાની સુખ-સાહ્યબી માટે કરે છે કેટલા અંશે વ્યાજબી ગણાય?.