દર વખતે હું જ જીતાડી શકું નહી, એવું કામ કરો કે તમારા પોતાના દમ પર જીતી શકો: PM મોદી
ભાજપ સાંસદોનાં બે દિવસનાં અભ્યાસવર્ગનું સમાપન કરતા વડાપ્રધાન મોદીએ સાંસદોને સંબોધિત કર્યા હતા
નવી દિલ્હી : ભાજપ સાંસદોનાં બે દિવસનાં અભ્યાસવર્ગનું સમાપન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્પષ્ટ કહ્યું કે, તેઓ અત્યારથી 2024ની તૈયારી ચાલુ કરી દીધી. તેમણે કહ્યું કે, એવી તૈયારી અને કામ કરો કે આવતી ચૂંટણીમાં તમારા નામ પર ચૂંટણી જીતી શકો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારી જવાબદારી તમને જીતાડવાની નથી, પોતાનું કામ એવું કરો કે લોકો જાતે જ તમને ચૂંટવા માટે મજબુર થઇ જાય.
કોંગ્રેસના નવા અધ્યક્ષ અંગે શશિ થરૂરે કર્યો ચોંકાવનારો ખુલાસો
સુત્રો અનુસાર વડાપ્રધાને ભાજપ સાંસદોને કહ્યું કે, પોતાની અંદર તે ભાવ ન આવવા દો કે તમે તમારી રીતે જ જીવો છો. કોઇની પણ જીતમાં તમામનો સહયોગ હોય છે. એટલા માટે કાર્યકર્તાઓ અને લોકોને ક્યારે પણ નજર અંદાજ ન કરવા જોઇએ. સુત્રો અનુસાર વડાપ્રધાને સાંસદોને સમજી વિચારીને બોલવા માટે જણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકો તમારી વાત કરવાની પદ્ધતીથી માંડીને તમારા જીવન જીવવાની શૈલી સુધી બધા પર ધ્યાન આપે છે. તેમણે કહ્યું કે, જો તમે એરપોર્ટ પર જાઓ છો અને પ્રોટોકોલનાં નામે લાઇનમાં નથી રહેતા તો લોકો ભલે કહેતા કંઇ જ ન હોય પરંતુ તેમને આ પસંદ નથી આવતું હોતું. જો તમે પણ તે જ લાઇનમાં લાગી જાઓ તો તેમાં શું ખરાબી છે, ફ્લાઇટ તો પોતાના સમયે જ જવાની છે. તમે વહેલા ફ્લાઇટમાં બેસીને શું કરી શકશો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો તમે હંમેશા લાઇનમાં ઉભા રહો કોઇ દિવસ ઇમરજન્સી જેવું હોય તો લોકોસામેથી તમને કહેશે કે તમે અહીંથી જઇ શકો છો.
ઉન્નાવ: UP ના 4 જિલ્લાઓમાં 17 સ્થળો પર CBIના દરોડા, ટ્રક માલિકે ખોલ્યું રહસ્ય
DRDO એ ક્વિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ, સેનાની હવામાં શક્તિ વધશે
વડાપ્રધાને દરેક સાંસદોને પોતાનાં ક્ષેત્રનું ખાસ ધ્યાન આપવાની વાત કરી. સાથે જ કહ્યું કે, લોકો અનેક પ્રકારની ડિમાન્ટ લઇને આવે છે પરંતુ જે તમે પુર્ણ કરી શકો તેનું જ વચન આપો, જે નથી કરી શકતા તેના કારણો લોકોને બેસીને સમજાવો. વડાપ્રધાને સાંસદોને સંગઠન સાથે જ પરિવાર અને પોતાનાં સ્વાસ્થયનું પણ ધ્યાન રાખવા માટે જણાવ્યું. તેમણે કહ્યું કે, રેગ્યુલર ચેકઅપ કરાવતા રહ્યા સાથે જ પરિવારનું પણ ધ્યાન રાખો. મોદીએ કહ્યું કે, અમે સંગઠનમાં કામ કરતા કરતા પરિવારને ભુલી જઇએ છીએ. પુત્રી કેટલી મોટી થઇ ગઇ, પુત્ર શું કરી રહ્યો છે, તેનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.