CAA-NRC ના કારણે 40% હિંદુ વસ્તી પ્રભાવિત થશે: પ્રકાશ આંબેડકરનો દાવો
સીએએ (નાગરિકતા કાયદો 2019) અને એનઆરસી (રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર) મુસ્લિમ વિરોધી છે કે દલિત વિરોધી ? સમાજનાં એક વર્ગમાં આ વાત મુદ્દે ગંભીર ચર્ચા ચાલી રહી છે. વંચિત બહુજન અઘાડી (વીબીએ)ના નેતા પ્રકાશ આંબેડકરનું કહેવું છે કે મુસ્લિમો ઉપરાંત સીએએ અને એનઆરસીના કારણે દેશનાં ઓછામાં ઓછા 40 ટકા હિંદુ વસ્તીને તેની અસર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વીબીએના કાર્યકર્તા ગુરૂવારે સીએએ અને એનઆરસીની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા.
નવી દિલ્હી : સીએએ (નાગરિકતા કાયદો 2019) અને એનઆરસી (રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર) મુસ્લિમ વિરોધી છે કે દલિત વિરોધી ? સમાજનાં એક વર્ગમાં આ વાત મુદ્દે ગંભીર ચર્ચા ચાલી રહી છે. વંચિત બહુજન અઘાડી (વીબીએ)ના નેતા પ્રકાશ આંબેડકરનું કહેવું છે કે મુસ્લિમો ઉપરાંત સીએએ અને એનઆરસીના કારણે દેશનાં ઓછામાં ઓછા 40 ટકા હિંદુ વસ્તીને તેની અસર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વીબીએના કાર્યકર્તા ગુરૂવારે સીએએ અને એનઆરસીની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા.
CAA પર જુમાની નમાઝ પહેલા યોગી સરકાર એલર્ટ, UPના ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ
અઘાડી નેતા પ્રકાશ આંબેડકરનાં નેતૃત્વમાં મધ્ય મુંબઇનાં દાદરી ટીટી સર્કલ પર તમામ કાર્યકર્તા એકત્ર થયા. આ દરમિયાન તેમણે સીએએઅને એનઆરસીનાં વિરોધમાં પણ નારા પણ લગાવ્યા. પ્રકાશ આંબેડકરે કહ્યું કે, સીએએ અને એનઆરસીના કારણે સૌથી વધારે પ્રભાવિત આદિવાસી, વંચિત જાતી અને વણઝારા પ્રજાતી થશે. આ ઝગડો હિન્દુ મુસ્લિમનો નથી. આ આરએસએસ (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ની નાગરિકતા વિરુદ્ધ સંવૈધાનિક નાગરિકતાની લડાઇ છે.
કારગિલ યુદ્ધનાં 'હીરો' કાલે અંતિમ વખત દેખાડશે દમ, દશકો સુધી સિમાડા સાચવ્યા
કોંગ્રેસે કહ્યું મુસ્લિમોને નજરઅંદાજ કરનારો કાયદો
પુડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણસામીએ દાવો કરતા કહ્યું કે, સંશોધિત નાગરિકતા કાયદો મુસ્લિમનો નજર અંદાજ કરે છે અને તેઓ આ નવા કાયદાને તથા એનઆરસીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઇ પણ સ્થિતીમાં લાગુ નહી કરે. કોંગ્રેસનાં મુખ્યમંત્રીએ દાવો કર્યો કે, સીએએ અને એનઆરસી ખરાબ ઇરાદા સાથેનું ભાજપ દ્વારા હિન્દુત્વનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે લવાયેલું બિલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub