• ઝેરી હવા દર વર્ષે લઈ રહી છે 33,000 લોકોનો જીવ

  • દર મહિને ઝેરી હવાથી થઈ રહ્યા છે 2750 લોકોના મોત

  • દરરોજ 92 લોકોને ભરખી જાય છે ઝેરી હવા


ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશમાં વાયુ પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે તેની વચ્ચે દેશના લોકો માટે એક ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં દાવો કરવવામાં આવ્યો છે કે દેશના 10 શહેરોમાં દર વર્ષે 33,000 લોકોના મોત વાયુ પ્રદૂષણથી થઈ રહ્યા છે ત્યારે કયા 10 શહેરોમાં વાયુ પ્રદૂષણથી લોકો સૌથી વધુ પરેશાન છે?. કોણે આ ચોંકાવનારો રિપોર્ટ તૈયાર કર્યો છે? વાંચો આ અહેવાલમાં વિગતવાર...


  • વાયુ પ્રદૂષણથી દર વર્ષે ભારતમાં 33 હજાર લોકોના મોત થાય છે

  • દિલ્લીમાં દર વર્ષે વાયુ પ્રદૂષણથી 12000 કરતા વધુ લોકોના મોત થાય છે

  • અમદાવાદમાં દર વર્ષે વાયુ પ્રદૂષણથી 2500 લોકોના મોત થાય છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Air Pollution: આ આંકડા વિકસિત ભારતના છે. ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પરંતુ વાયુ પ્રદૂષણ અંગે પણ સરકારે વિચારવાની તાતી જરૂરિયાત છે. કેમ કે એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના 10 મોટા શહેરોમાં દર વર્ષે 33,000 લોકોના મોત વાયુ પ્રદૂષણના કારણે થાય છે.


ભારત દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઈ છે પરંતુ તાજેતરના અભ્યાસથી જે મોટો ખુલાસો થયો છે, તેનાથી આપણા સૌનું ચિંતિંત થવું સ્વાભાવિક છે. દેશના કયા મોટા શહેરોમાં હવા ઝેરી બની ગઈ છે...તેના પર નજર કરીએ તો. અમદાવાદ પણ આ યાદીમાં ખતરાની નિશાની પર પીક પોઈન્ટે છે...


નંબર-1
દિલ્લી


નંબર-2
અમદાવાદ


નંબર-3
બેંગાલુરુ


નંબર-4
ચેન્નઈ


નંબર-5
હૈદરાબાદ


નંબર-6
કોલકાતા


નંબર-7
મુંબઈ


નંબર-8
પૂણે


નંબર-9
શિમલા


અને
નંબર-10
વારાણસી


આ 10 શહેરોમાં દર વર્ષે લગભગ હજારો લોકોના મોત થાય છે. કેમ કે આ શહેરોમાં વાયુ પ્રદૂષણ WHOના માપદંડ કરતાં પણ વધુ છે. મુંબઈ, બેંગાલુરુ, કોલકાતા અને ચેન્નઈમાં વાયુ પ્રદૂષણના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે પરંતુ દેશની રાજધાની નવી દિલ્લીમાં પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ છે કેમ કે...


દિલ્લીમાં વાયુ પ્રદૂષણથી દર વર્ષે 12,000 લોકોનાં મોત થાય છે. વારાણસીમાં દર વર્ષે 830 લોકોનાં મોત થાય છે. બેંગાલુરુમાં 2100, ચેન્નઈમાં 2900 લોકોનાં મોત વાયુ પ્રદૂષણથી થાય છે. કોલકાતામાં 4700 અને મુંબઈમાં 5100 લોકોનાં મોત વાયુ પ્રદૂષણથી થાય છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સૌથી ઓછું વાયુ પ્રૂદષણ જોવા મળ્યું છે... જોકે પહાડી શહેરોમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધવું સૌથી મોટું જોખમ છે. શિમલામાં દર વર્ષે 59 લોકોનાં મોત થાય છે. ભારતના લોકો અને સરકારની ચિંતા વધારતો આ રિપોર્ટ...


  • સસ્ટેનેબલ ફ્યુચર્સ કોલાબોરેટિવ

  • અશોકા યુનિવર્સિટી

  • સેન્ટર ફોર ક્રોનિક ડિસીઝ કંટ્રોલ

  • સ્વીડનની કેરોલિન્સ્કા સંસ્થા

  • હાર્વર્ડ અને બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે...


દેશમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ બુલેટની ગતિએ વધી રહ્યું છે જેના પર જો અંકુશ મૂકવામાં નહીં આવે તો આ પેઢીને શ્વાસ સંબંધિત અનેક બીમારીઓનો શિકાર બનશે તો આગામી પેઢીનું ભવિષ્ય અંધકારમય બની જશે...