Beating Retreat 2022: પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપન નિમિત્તે, દિલ્હીના વિજય ચોક ખાતે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ શરૂ થયો છે. આ વખતે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ ખૂબ જ ખાસ છે કારણ કે આ સમારોહમાં પ્રથમ વખત 1,000 સ્વદેશી ડ્રોન દ્વારા આકાશ જગમગશે. 'મેક ઇન ઇન્ડીયા' પહેલાંના અંતગર્ત આ સમારોહની ડિઝાઇન અને કોરિયોગ્રાફી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ વખત લેસર શોનું આયોજન
આ 10 મિનિટના ડ્રોન લાઇટ શો દ્વારા 75 સરકારી સિદ્ધિઓ આકાશમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા, આઝાદીના અમૃત મહોત્સવ જેવા અભિયાનોને ડ્રોન દ્વારા આકાશમાં બતાવવામાં આવશે. બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીમાં પ્રથમ વખત લેઝર શોનું આયોજન કરવામાં આવશે.

Petrol ખરીદતાં પહેલાં બતાવવું પડશે આ સર્ટિફિકેટ, ટૂંક સમયમાં નિર્ણય પર લાગી શકે છે મોહર


અહીં પિત્ઝાની માફક ઘરે પહોંચાડવામાં આવી રહી છે બંદૂકો, વોટ્સએપ-ફેસબુક કરી શકો છો પસંદ


સમારોહમાં ઉમેરાઇ ઘણી નવી ધૂનો
'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવવા માટે ઉજવણીમાં ઘણી નવી ધૂન ઉમેરવામાં આવી છે. જેમાં 'કેરળ', 'હિંદ કી સેના' અને 'એ મેરે વતન કે લોગ'નો સમાવેશ થાય છે. કાર્યક્રમનું સમાપન લોકપ્રિય ધૂન 'સારે જહાં સે અચ્છા...' સાથે થશે.


ડ્રોન શો હશે મુખ્ય આકર્ષણ
આ વર્ષના 'બીટિંગ ધ રીટ્રીટ'ની વિશેષતા એ નવો ડ્રોન શો હશે, જેને આઝાદીના 75 વર્ષ નિમિત્તે ઉજવણીનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. આ ડ્રોન શોનું આયોજન સ્ટાર્ટઅપ 'બોટલેબ ડાયનેમિક્સ' દ્વારા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) દિલ્હી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સહયોગથી કરવામાં આવશે.

શું તમે ક્યારે ખાધી છે 'શાકાહારી ફિશ ફ્રાઇ? કિંમત જાણીને યૂઝર્સે આપ્યા અજીબોગરીબ રિએક્શન


દસ મિનિટના શોમાં 1,000 સ્વદેશી ડ્રોન
દસ મિનિટના આ શોમાં 1,000 સ્વદેશી ડ્રોન સામેલ હશે. ડ્રોન શો દરમિયાન સિંક્રનાઇઝ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વગાડવામાં આવશે. ઉજવણીના અંત પહેલા આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં પ્રોજેક્શન મેપિંગ શો પણ થશે. નોર્થ અને સાઉથ બ્લોકની દીવાલો પર લગભગ 3-4 મિનિટનો શો દર્શાવવામાં આવશે.


પ્રજાસત્તાક દિવસની પરેડની જેમ, 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ માટે ઈકો-ફ્રેન્ડલી આમંત્રણ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્ડ અશ્વગંધા, એલોવેરા અને આમળાના ઔષધીય છોડના બીજમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને તેમના બગીચાઓમાં, ફૂલના કુંડામાં તેને રોપવા અને વર્ષો જૂના ઔષધીય લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube