આજે દિલ્હીમાં બીટિંગ રિટ્રીટ સેરેમની, 69 વર્ષના ઈતિહાસમાં બે વાર કેન્સલ કરાયો હતો આ સમારોહ
દર વર્ષે ગણતંત્ર દિવસના સમારોહ બાદ થતી બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરેક દેશવાસીઓ માટે ખાસ બની રહી છે. પરેડની સમાપનના ભારરૂપે બીટિંગ રિટ્રીટ સેરેમની દિલ્હીના વિજયચોકમાં યોજાય છે.
દિપ્તી સાવંત/ગુજરાત : દર વર્ષે ગણતંત્ર દિવસના સમારોહ બાદ થતી બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરેક દેશવાસીઓ માટે ખાસ બની રહી છે. પરેડની સમાપનના ભારરૂપે બીટિંગ રિટ્રીટ સેરેમની દિલ્હીના વિજયચોકમાં યોજાય છે. રાજપથના વિજય ચોક પર થતી બીટિંગ રિટ્રીટમાં ભારતીય સેનાના ત્રણેય અંગોના મિલીટર બેન્ડ એકસાથે ભારતના રાષ્ટ્રપતિને સલામી આપે છે. પરંતુ શું તમને ખબર છે કે, આખરે આ બીટિંગ રિટ્રીટ સેરેમની શું હોય છે. તમને વાઘા બોર્ડરની બીટિંગ રિટ્રીટ સેરેમની તો યાદ હશે. પણ આ સેરેમની તેના જેવી નથી હોતી.
દર 29મી જાન્યુઆરીએ યોજાતી બીટિંગ ધ રિટ્રીટ સેરમની ગણતંત્ર દિવસના સમારોહનું પ્રતિક છે. આ કાર્યક્રમમાં આર્મી, વાયુ અને નૌસેનાના બેન્ડ પારંપરિક ધૂનની સાથે માર્ચ કરે છે. તે સેનાઓની બેરક વાપસીનું પણ પ્રતિક છે. ગણતંત્ર દિવસ બાદ દર વર્ષએ 29 જાન્યુઆરીએ સાંજે વિજય ચોક પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આ સમોરાહમાં ત્રણેય પાંખ એકસાથે મળીને સામૂહિક બેન્ડ પ્રસ્તુતિ કરે છે. તેઓ ફેમસ માર્ચિંગ ધૂન વગાડે છે. ડ્રમર પણ એકલ પ્રદર્શન કરે છે, જેને ડ્રમર્સ કોલ કહેવાય છે. ડ્રમર્સ દ્વારા મહાત્મા ગાંધીની પ્રિય ધૂનોમાંથી એક ‘એબાઈડિડ વિથ મિ’ વગાડવામાં આવે છે અને યુટ્યુબર ઘંટડીઓ દ્વારા ચાઈમ્સ વગાડવામાં આવે છે. જે બહુ જ દૂર રાખવામાં આવે છે અને તેનાથી મનમોહક દ્રશ્ય બને છે.
બીટિંગ રિટ્રીટ સેરેમનીનું રિયલ નામ ‘વોચ સેટિંગ’ અને સૂરજ ડુબાડવાના સમયે આ સમારોહ થાય છે. 18 જૂન, 1690માં ઈંગ્લેન્ડના રાજા જેમ્સ દ્વિતીયએ પોતાના સેનાની ટુકડીઓ પરત ફરવા પર ડ્રમ વગાડવાનો આદેશ આપ્યો છે. વર્ષ 1694માં વિલિયમ ત્રીજાએ રેજિમેન્ટ કેપ્ટનના સૈન્ય ટુકડીઓના પરત ફરવા પર ગલીઓમાં ડ્રમ વગાડીને તેમનું સ્વાગત કરવાનો આદેશ જાહેર કર્યો હતો. બસ ત્યારથી ધ રિટ્રીટની પરંપરા શરૂ થઈ હતી.
વર્ષ 1950થી ભારતમાં બીટિંગ રિટ્રીટ સેરેમનીની શરૂઆત થઈ. તે સમયે ભારતીય સેનાના મેજર રોબર્ટસે આ સેરેમનીને સેનાના બેન્ડ્સ સાથે પૂરી કરી હતી. આ ડિસ્પ્લેમાં મિલિટરી બેન્ડ, પાઈપ્સ અને ડ્રમ્સ, બગલર્સ અને ટ્રંપેટર્સની સાથે આર્મીની વિવિધ રેજિમેન્ટ્ અને નેવી તથા એરપોર્ટના બેન્ડ્સ પણ સામેલ હતા.
આ સેરેમનીની શરૂઆત ત્રણ સેનાના બેન્ડ્સની માર્ચ સાથે થાય છે અને આ દરમિયાન તેઓ ‘કર્નલ બોગે માર્ચ, સન્સ ઓફ ધ બ્રેવ અને કદમ-કદમ બઢાએ જાયે જા...’ જેવી ધૂન વગાડે છે. સેરેમની દરમિયાન ઈન્ડિયન આર્મીનું બેન્ડ પારંપરિક સ્કોટિશ ધન અને ભારતીય ધૂન જેમ કે, ‘ગુરખા બ્રિગેડ, નીરનું સાગર સમ્રાટ અને ચાંદની જેવી ધૂનો વગાડે છે. અંતમાં આર્મી, એરફોર્સ અને નેવીના બેન્ડ્સ એકસાથે પરફોર્મ કરે છે.
અંતમાં રિટ્રીટનું બ્યુગલ વાદન થાય છે. જ્યારે બેન્ડ માસ્ટર રાષ્ટ્રપતિની નજીક જાય છે અને બેન્ડને પરત લઈ જવાની અનુમતિ માંગે છે. એક્ઝેટ સાંજે 6 વાગ્યે બગલર્સ રિટ્રીટની ધૂન વગાડે છે અને રાષ્ટ્રીય ધ્વજને ઉતારી લેવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. આ રીતે ગણતંત્ર દિવસના આયોજનનું ઔપચારિક રીતે સમાપન થાય છે. બેન્ડ માર્ચ પરત ફરે છે, અને તે સમયે સારે જહા સે અચ્છા ધૂન વગાડવામાં આવે છે. ત્યારે સૂચિત કરવામાં આવે છે કે, આ સમારોહ પૂરો થયો છે.
વર્ષ 1950માં ભારતના ગણતંત્ર બન્યા બાદ અત્યાર સુધી માત્ર બે વાર જ રિટ્રીટ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે. પહેલો 2001ના રોજ ગુજરાતના ભૂકંપને કારણે અને બીજો 2009માં વેંકટરમનના નિધનને કારણે કાર્યક્રમ રદ કરાયો હતો.