નવી દિલ્લી: ભારત સરકાર 1000 ડ્રોન લાઈટ શોને હોસ્ટ કરવા જઈ રહી છે. આ આઝાદીના 75 વર્ષ પર સરકારની સિદ્ધિઓને દર્શાવશે. આ ઈવેન્ટ 29 જાન્યુઆરીએ બીટિંગ ધ રીટ્રિટ સિરમેનીમાં કંડક્ટ કરવામાં આવશે. તેમાં 1000 ડ્રોન્સ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને લેઝર પ્રોજેક્શન મેપિંગની સાથે સિંક કરીને ફ્લાય કરશે. તેને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને આઈઆઈટી દિલ્લી બેસ્ડ એક સ્ટાર્ટઅપે મળીને ઓર્ગેનાઈઝ કર્યું છે. આ પ્રકારના ડ્રોન શો પહેલાં પણ થતાં રહ્યા છે. અહીંયા અમે તમને દુનિયાના આવા જ બેસ્ટ ડ્રોન અને લાઈટ શો વિશે જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. હ્યન્ડાઈની લક્ઝરી બ્રાન્ડ Genesisએ ચીની માર્કેટમાં લોન્ચના ટાઈમ ડ્રોન અને લાઈટ શોનું આયોજન કર્યું. તેમાં 3281 ડ્રોનને ડિસ્પ્લે કર્યા હતા. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ ડ્રોન શો ગયા વર્ષે શાંઘાઈમાં 29 માર્ચે આયોજિત કરવામાં આવ્યો હતો. આ શોમાં બ્રાન્ડના નામને સિગ્નેચર ડિઝાઈન એલિમેન્ટ્સ સાથે દર્શાવવામાં આવ્યું. ઓડિયન્સને Genesis જી-80 અને GV-80 મોડલની પણ ઝલક દર્શાવવામાં આવી હતી.


2. અગાઉ વર્લ્ડ રેકોર્ડ Shenzhen Damoda Intelligent Control Technologyની પાસે હતું. તેમાં 3051 ડ્રોનને ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા. આ ઓફિશિયલ ચેલેન્ઝમાં ટીમે ચાઈનીઝ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીને દર્શાવવામાં આવી હતી. તેમાં ચીનના સ્પેસ સ્ટેશન અને સેટેલાઈટ સિસ્ટમને દર્શાવવામાં આવ્યા હતા.


3. રશિયાએ પણ ડ્રોન શોમાં એક રેકોર્ડ બનાવ્યો હતો. રશિયાના સેન્ટ પિટ્સબર્ગમાં ubloxએ 2200 ડ્રોન્સ દ્વારા શો આયોજિત કર્યો હતો. આ શો લગભગ 10 મિનિટ સુધી ચાલ્યો હતો.


4. Intelએ પણ પોતાનો ડ્રોન શો આયોજિત કર્યો હતો. આ શો Folsom, કેલિફોર્નિયામાં આયોજિત કરવામાં આવ્યો હતો. તેમાં કંપનીએ 2018 ડ્રોન્સને એકસાથે હવામાં ઉડાવ્યા હતા.


5. અર્મેનિયામાં પણ આઝાદીના પ્રસંગે ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લગભગ પાંચ મિનિટ સુધી ચાલ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન 1050 ડ્રોન દ્વારા આખા દેશની કહાની જણાવવામાં આવી હતી.