નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પર વિરોધ પક્ષ દ્વારા વારંવાર આરોપ લગાવવામાં આવે છે કે, તેણે મીડિયા પર સેન્સરશિપ લાદેલી છે. આ બાજુ, સરકાર દ્વારા દરેક વખતે આ પ્રકારના આરોપોને ફગાવી દેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે, આ જ સવાલ પર કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ પણ જવાબ આપ્યો છે. તેમણે આવી કોઈ પણ પ્રકારની આશંકાને ફગાવી દીધી છે. 



રાજધાની દિલ્હીમાં નેશનલ પ્રેસ ડોના પ્રસંગે અરૂણ જેટલીએ જણાવ્યું કે, આજના સમયમાં ઈલેક્ટ્રોનિક મીડિયામાં જબરદસ્ત પ્રતિસ્પર્ધાનો માહોલ છે. પ્રિન્ટની સાથે જ ડિજિટલ મીડિયા પણ આવી ગયું છે. 


ટેક્નોલોજીના કારણે આપણી પાસે એક સાથે અનેક માધ્યમ ઉપલબ્ધ બન્યા છે. આવી સ્થિતીમાં મીડિયા પર સેન્સરશિપ અશક્ય છે. કોઈ પણ પ્રકારનું દબાણ બનાવવું લગભગ અશક્ય બાબત છે.