નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019) ના સાતમા અને અંતિમ તબક્કામાં 19 મે એટલે કે કાલે મતદાન થશે. બીજી તરફ ચૂંટણીના પરિણામો 23 મેનાં રોજ આવશે. જો કે આ અગાઉ જ વિપક્ષી રાજનીતિક દળોએ મહાગઠબંધન બનાવવા મુદ્દે પ્રયાસો ઝડપી કરી દીધા છે. આખરી તબક્કાનાં મતદાનનાં એક દિવસ પહેલા વિપક્ષી નેતાઓએ આગામી સરકાર બનાવવા માટે કવાયત ચાલુ કરી દીધી છે. આ કડીમાં તેદેપા (TDP) પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત યોજી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ બાદ AAPના ધારાસભ્યએ પણ હત્યાની આશંકા વ્યક્ત કરી

નાયડુએ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત યોજી અને તેમની સાથે તમામ વિપક્ષી દળોને એકત્ર કરવા અને એક સંયુક્ત વિપક્ષી ગઠબંધન બનાવવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ સવારે નાશ્તા પર ભાકપા નેતા સુધાકર રેડ્ડી અને ડી.રાજા સાથે પણ મુલાકાત કરી તથા તેમણે એક સાથે આવવા માટે કહ્યું. નાયડુએ એનસીપી પ્રમુખ શરદ પવાર અને એલજેડી નેતા શરદ યાદવ સાથે મુલાકાત કરી. ટીડીપી પ્રમુખ, તૃણમુલ કોંગ્રેસ, સુપ્રીમો મમતા બેનર્જી, આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને માકપા મહાસચિવ સીતારામ યેચુરી સહિત અલગ અલગ વિપક્ષી નેતાઓ સાથે અનેક તબક્કાની ચર્ચા કરી ચુક્યા છે. 


આ કેદી નંબર 3351, જેલની કોટડીમાં રહીને BJP માટે ઊભી કરે છે 'પારાવાર' મુશ્કેલીઓ 
લોકસભા ચૂંટણી 2019: મોદી-શાહને ક્લીન ચીટને મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક વિખવાદ બહાર આવ્યા
સુત્રોએ જણાવ્યું કે, તેમણે સાંજે લખનઉમાં બસપા પ્રમુખ માયાવતી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે પણ મળવાની સંભાવના છે. એક સુત્રએ જણાવ્યું કે, નાયડૂ સાથે સતત તમામ નેતાઓએ કહ્યું કે, ભાજપને બહાર રાખીને આગામી સરકાર બનાવવા માટે અમે એક સાથે આવવું જોઇએ. બધાએ મળીને કામ કરવું જોઇએ. સુત્રોએ જણાવ્યું કે, નાયડૂએ ગાંધીને તેમ પણ કહ્યું કે, જો ભાજપને પુરતી સીટો નહી મળે તેમ છતા પણ સરકાર બનાવવાનો દાવો કરે છે તો તેવી સ્થીતીમાં રણનીતિ તૈયાર રાખવી જોઇએ. 

નાયડૂના ટીડીપી પૂર્વમાં ભાજપ નીત એનડીએનો હિસ્સો રહી છે અને તેણે થોડા મહિના પહેલા ગઠબંધન છોડી દીધું હતું. નાયડૂએ શુક્રવારે કહ્યું હતું કે માત્ર તેલંગાણા રાષ્ટ્ર સમિતી (TRS) પરંતુ ભગવા પાર્ટીનો વિરોધ કરનારા કોઇ પણ દળનું મહાગઠબંધનમાં સ્વાગત છે.  વિપક્ષી દળ આગામી સરકાર બનાવવા માટે સંયુક્ત  ભાજપ વિરોધી મોર્ચો બનાવવા અંગે જોર આપી રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેના રોજ  જાહેર થયા બાદ અલગ અલગ વિપક્ષી દળો વચ્ચે ચર્ચાએ જોર પકડ્યું છે.