CAA પર જુમાની નમાઝ પહેલા યોગી સરકાર એલર્ટ, UPના ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ
નાગરિકતા સંશોધન કાયદાને લઈને થયેલી હિંસા બાદ હવે સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. પરંતુ એકવાર ફરી ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
લખનઉઃ નાગરિકતા સંશોધન કાયદાને લઈને થયેલી હિંસા બાદ હવે સ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થઈ રહી છે. પરંતુ એકવાર ફરી ઘણા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી રહી છે. હકીકતમાં, 27 ડિસેમ્બરે જુમાની નમાઝ થશે અને આ જુમાની નમાઝને જોતા સંવેદનશીપ જિલ્લામાં પ્રશાસન પહેલાથીજ સાવધાની માટે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
કેટલાક જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છે, જેમાં સહારનપુર, મેરઠ, આગરા, બુલંદશહેર અને બિજનોર છે. અહીં આજથી ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. રાજ્ય પ્રશાસને તમામ જિલ્લાના ડીએમને આ છૂટ આપી છે, જો મામલો સંવેદનશીલ અને સાંપ્રદાયિક તણાવની સંભાવના છે તો સાવધાની તરીકે પોતાના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરાવી શકે છે.
ડીએમને 72 કલાક સુધી ઈન્ટરનેટ પ્રતિબંધ કરવાનો અધિકાર
ગૃહ સચિવ અવનીશ અવસ્થી પ્રમાણે જો 3 દિવસથી વધુ ઈન્ટરનેટ બંધ કરવાનું છે તો તેનો નિર્ણય શાસનના સ્તર પરથી આવે છે, પરંતુ 72 કલાકથી ઓછા સમય કે કેટલિક કલાકો માટે ઈન્ટરનેટ બંધ કરવું છે તો આ અધિકાર જિલ્લાધિકારીઓને આપવામાં આવ્યો છે. તે સંબંધિત સર્વિસ પ્રોવાઇડરને આગ્રહ કરીને બંધ કરાવી શકે છે.
હાલ પાંચ જિલ્લામાં કાલે સાંજ સુધી ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. આ તમામ તે જિલ્લા છે જ્યાં પાછલા શુક્રવારે જુમાની નમાઝ બાદ હિંસા ભડકી હતી અને ઘણા લોકોના જીવ ગયા હતા. તેને જોતા કાલે જુમાની નમાઝ સુધી ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.
... તો સેનાને 'મર્યાદા' શિખવશે ઓવૈસી, આર્મી ચીફના નિવેદન પર વિપક્ષનું રાજકારણ કેમ
હિંસક પ્રદર્શન ન થાય તે માટે સરકાર સતર્ક
સરકાર પ્રમાણે હાલ સ્થિતિ સામાન્ય છે. કલમ 144 લાગેલી છે, પરંતુ સાવધાની રાખવામાં આવી રહી છે કે બીજીવાર હિંસક પ્રદર્શન ન થાય.
મહત્વનું છે કે પાછલા શુક્રવારે પણ રાજ્યની રાજધાની સહિત 15 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી, તો જુમાની નમાઝને જોતા અલીગઢમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ઈન્ટરનેટ સિવાય એસએમએસ અને મેસેન્જર સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube