અજય પરગલ/ જમ્મુઃ શહેરના સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં ભીખ માગવા અને આ પ્રકારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં ભીખારીઓની સંખ્યા સતત વધી રહી હતી અને તેના કારણે સામાન્ય લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભીખ માગવું આમ પણ સમાજમાં સન્માનજનક નથી. સામાન્ય લોકોની ફરિયાદોને ધ્યાનમાં રહીને જમ્મુના ડેપ્યુટી કમિશનર રોમેશ કુમારે આ અંગેનો એક આદેશ બહાર પાડ્યો છે. તેમણે પોલીસની સાથે-સાથે અન્ય વિભાગોને પણ આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે.


બાલીમાં આવ્યો 6.0ની તીવ્રતાનો ધરતીકંપ, જાન-માલનું કોઈ નુકસાન નહીં 


જમ્મુ સ્થાનિક તંત્ર દ્વારા 'બેગર્સ એક્ટ 1960' અંતર્ગત આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. જમ્મુના ડેપ્યુટી કમિશનર રોમેશ કુમારે આ પ્રતિબંધનો કડકાઈથી અમલ કરવા માટે તમામ વિભાગોને આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, અનેક વખત ભીખ માગવાની પ્રવૃત્તિની પાછળ અનેક ગુનાખોરીના કિસ્સા પણ જોવા મળ્યા છે, જે સુરક્ષાની દૃષ્ટિએ મોટું જોખમ છે.  


J&K : 5 વર્ષમાં સુરક્ષા દળોએ 963 આતંકીને માર્યા ઠાર, 413 જવાન શહીદ 


વિશ્વના અનેક દેશોમાં પ્રતિબંધ 
ભારતમાં ભીખ માગવી એ અપરાધની શ્રેણીમાં આવતું નથી. જોકે, દુનિયામાં એવા અનેક દેશ છે જ્યાં ભીખ માગવા પર પ્રતિબંધ લગાવતા કાયદા બનેલા છે. ઓસ્ટ્રેલિયાના દરેક રાજ્યમાં ભીખ માગવા સંબંધિત જુદા-જુદા કાયદા છે. ચીનમાં ભીખ માગવી ગેરકાયદેસર છે. ડેનમાર્ગમાં ભીખ માગવી સ્થાનિક દંડ સંહિતાની ધારા 197 અનુસાર ગેરકાયદે છે. યુકેમાં પણ 1824માં બનેલા એક કાયદા અંતર્ગત ભીખ માગવા પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....