નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલા નરસંહારને લઈને ભાજપે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સત્તાધારી ટીએમસી પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આ મામલે જે બર્બરતા થઈ તેની કલ્પના પણ થઈ શકે નહીં. સંબિત પાત્રાએ કહ્યું કે 'છેલ્લા એક અઠવાડિયામાં 26 રાજકીય હત્યાઓ બંગાળમાં થઈ છે. મમતા બેનર્જીએ તેને રોકવી જોઈતી હતી. પરંતુ એમ થયું નહીં. બીરભૂમમાં જ્યાં નિર્દયતાથી હત્યા થઈ, ત્યાંની મહિલાઓ કહી રહી હતી કે આ ઘટના બાદ પોલીસ પણ ગાયબ હતી. આવું એટલા માટે થયું કારણ કે પ્રશાસનને નિર્દેશ મળ્યો હતો કે પોલીસને ત્યાં પહોંચવા દેવાની નથી. આથી ત્યાં એમ્બ્યુલન્સ સુદ્ધા પહોંચવા દેવાઈ નહીં.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'બીરભૂમ નરસંહાર' બર્બરતાની પરાકાષ્ઠા- ભાજપ
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે આ ઘટના પર પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મીડિયા પ્રકાશિત કર્યો છે તે બતાવે છે કે જે મહિલાઓ અને બાળકોના મૃત્યુ થયા તેમને બાળી મૂકતા પહેલા ખુબ  બર્બરતાપૂર્વક મારપીટ કરવામાં આવી હતી. બંગાળમાં બદલાની આ જે રાજનીતિ થઈ રહી છે તેના અનેક પાના છે. મમતા બેનર્જીના કાર્યકરોએ અત્યાર સુધીમાં ભાજપના લગભગ 200 કાર્યકરોને મોતને ઘાટ ઉતાર્યા છે. 


યુક્રેન સંકટ: US રાષ્ટ્રપતિની ટિપ્પણી પર વિદેશમંત્રીએ આપ્યો જવાબ, કહ્યું- રાષ્ટ્રહિતમાં લીધા તમામ નિર્ણય


નરસંહારે હાઈકોર્ટ સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો
ભાજપના નેતા પાત્રાએ કહ્યું કે, બંગાળના બીરભૂમમાં જે હત્યાઓ થઈ છે તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. બંગાળમાં જે પ્રકારે 6 મહિલાઓ અને 2 બાળકોને જીવતા બાળી મૂક્યા, તે સમગ્ર હિન્દુસ્તાન માટે ચિંતાનો વિષય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિષયને લઈને કાલે ચિંતા વ્યક્ત કરી છે. એટલે સુધી કે કોલકાતા હાઈકોર્ટે પણ આ મામલાને ગંભીરતાથી લીધો અને આજે મમતા  બેનર્જી ત્યાં ડેમેજ કંટ્રોલ માટે ગયા છે. હાલ આખો દેશ તેના પર ચિંતિત છે. 


'અક્સાઈ ચીનને ચીન અધિકૃત જમ્મુ-કાશ્મીર ગણો' UN માં ઉઠેલી આ માંગણીથી ચીનના હોશ ઉડ્યા


બંગાળના કેટલાક નેતાઓને શરમ આવતી નથી-ભાજપ
સંબિત પાત્રાએ એમ પણ કહ્યું કે, 'બંગાળના કેટલાક નેતાઓ નિર્મમ હત્યાઓ પર ચાદર ઢાંકવાની કોશિશ કરી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે શોર્ટ સર્કિટ થઈ ગયું, સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયો છે. આજે જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સામે આવ્યો છે ત્યારે તેમા સ્પષ્ટ છે કે મહિલાઓ અને બાળકોને  બર્બરતાપૂર્વક મારપીટ કરાઈ છે. હવે તે નેતાઓ ક્યાં છે? આટલું બધુ થયા છતાં સીએમ મમતા બેનર્જીનું બીરભૂમ જવું બરાબર એવું જ છે જે રીતે 900 ઉંદર ખાઈને જાણે દીદી હજ કરવા ગઈ'.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube