સુરક્ષા એજન્સીઓ પાસે ન હોય તેવા સાધનથી કરતા હતા ચોરી, જાણો સમગ્ર મામલો
બંગાળની સીઆઇડી ટીમે એવા 42 મુન્નાભાઇઓની ધરપકડ કરી છે જેઓ હાઇટેક ઉપકરણોનો ઉપયોગ કરીને લેખીત પરીક્ષા પાસ કરવાની ફિરાકમાં હતા
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં સીઆઇડીએ એક હાઇટેક પરિક્ષાચોરની ટોળકીને ઝડપી પાડી છે. મળતી માહિતી અનુસાર બંગાળની સીઆઇડી ટીમે એવા 42 મુન્નાભાઇઓની ધરપકડ કરી છે જે હાઇટેક ઉપકરણોનો ઉપયોગ કરીને એક લેખીત પરિક્ષા પાસ કરવાની વેતરણમાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો બંગાળ પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ પર દાખલ કરાયેલા આયોજીત લેખીત પરિક્ષા સાથે જોડાયેલો છે.
પરીક્ષામાં ગોટાળો કરનારા 42 ઉમેદવારોની ધરપકડ
આ લેખીત પરિક્ષાને પાસ કરવા માટે કેટલાક ઉમેદવારોને પેંતરાઓ અપનાવતા વાયરલેસ માઇક્રો ઇયરપીસની સાથે ક્રેડિટ-ડેબીટ કાર્ડના આકારની સુધારેલી વાયરલેસ ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા હતા. જો કે આ વાતની જાણ બંગાળ સીઆઇડીને થઇ ગઇ હતી અને તેણે આવા 42 ઉમેદવારોની ધરપકડ કરી અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણોને જપ્ત કરી લીધા હતા.
23 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં આયોજીત કરવામાં આવી હતી પરિક્ષા
મળતી માહિતી અનસાર પશ્ચિમ બંગાળમાં કોન્સ્ટેબલની ભર્તી માટે પ્રારંભિત લેખીત પરિક્ષા સમગ્ર રાજ્યમાં અલગ અલગ કેન્દ્રોમાં 23-09-28ના રોજ આયોજીત કરવામાં આવી હતી. સીઆઇડી પશ્ચિમ બંગાળને એક ગુપ્ત માહિતી હતી કે કેટલાક ઉમેદવારો એક ક્રેડિટ કાર્ડ (ચપ્પલમાં છુપાયેલ) અને એક ઇયરફોનના આકારનું રિસીવર જેવા હાઇટેક વાયરલેસ ડિવાઇસનો ઉપયોગ કરીને પરીક્ષા પાસ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યાર બાદ તમામ સંબંધિત લોકો પર કડક નજર રાખવા અને કોઇ પ્રકારનો ગોટાળો અટકાવવા માટે સતર્ક રહેવાની સુચના આપવામાં આવી હતી.
પરીક્ષા કેન્દ્રોની બહાર મોબાઇલ સાથે કનેક્ટ થતુ હતુ ડિવાઇસ
પરીક્ષા માટે સામાન્ય ઉમેદવારોની જ્યારે સતર્કતા સાથે તપાસ કરવામાં આવી તો અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર ઘણા ઉેદવારો પાસેથી બટ અને ચપ્પલમાં છુપાવાયેલા રિસિવર અને માઇક્રોઇયરપીસ જપ્ત કરવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર ડિવાઇસને પરીક્ષા કેન્દ્રની બહાર કોઇ મોબાઇલ દ્વારા કનેક્ટ કરીને સહયોગીઓ દ્વારા ચલાવવામાં આવતા હતા.
સીઆઇડી આ મુદ્દે તપાસ કરી રહી છે.
આ મુદ્દે 28 ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 42 લોકોની પરીક્ષામાં ખોટી પદ્ધતી ઉપયોગ કરવા માટે ધરપકડ કરવામાં આવી છે. સીઆઇડી આ હાઇટેક ચોરોના મુક્ય સુત્રધારને પકડવા માટે તપાસ કરી રહી છે અને તે વાતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે રેકેટમાં રહેલા તમામ લોકોને ઝડપથી ધરપકડ કરવામાં આવી શકે.