West Bengal: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- રાજ્યપાલ ભ્રષ્ટ છે, જૈન હવાલામાં આવ્યું હતું નામ, ધનખડે કર્યો પલટવાર
મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યપાલ જગદીપ ધનખડ એક ભ્રષ્ટ વ્યક્તિ છે, 1996ના જૈન હવાલા મામલાના આરોપપત્રમાં તેમનું નામ આવ્યું હતું. તેમણે તે પણ કહ્યું કે, રાજ્યપાલને હટાવવા માટે તે ત્રણવાર કેન્દ્ર સરકારને પત્ર લખી ચુક્યા છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકવાર ફરી બંગાળના રાજ્યપાલ જગદીપ ઘનખડ પર હુમલો કર્યો અને તેમને ભ્રષ્ટ કહી દીધા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યપાલ જગદીપ ધનખડ એક ભ્રષ્ટ વ્યક્તિ છે, 1996ના જૈન હવાલા મામલાના આરોપપત્રમાં તેમનું નામ આવ્યું હતું. તેમણે તે પણ કહ્યું કે, રાજ્યપાલને હટાવવા માટે તે ત્રણવાર કેન્દ્ર સરકારને પત્ર લખી ચુક્યા છે. તો રાજ્યપાલ ધનખડે પોતાના પર લગાવવામાં આવતા આરોપોને નિરાધાર ગણાવી મમતા પર પલટવાર કર્યો અને કહ્યું કે, મહામારીના સમયમાં તેમણે પોતાના લોકોને રેવડી વેંચી.
તેમણે રાજ્ય સચિવાયલમાં સંવાદદાતાઓને કહ્યું- તે એક ભ્રષ્ટ વ્યક્તિ છે. તેમનું નામ 1996ના હવાલા જૈન મામલાના આરોપ પત્રમાં હતું. કેન્દ્ર સરકારે રાજ્યપાલને આ રીતે પદ પર બન્યા રહેવાની મંજૂરી કેમ આપી? બેનર્જીએ કહ્યું કે, ધનખડનો ઉત્તર બંગાળનો પ્રવાસ એક રાજકીય ખેલ હતો કારણ કે તે માત્ર ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળ્યા હતા.
વિશ્વના 50 દેશોને Co-Win જેવી સિસ્ટમ તૈયાર કરી આપશે ભારત, PM મોદીએ આપ્યો આદેશ
મમતા અને ધનખડ વચ્ચે શરૂઆતથી જ વિવાદ છે. રાજ્યપાલ પશ્ચિમ બંગાળની કાયદો વ્યવસ્થાને લઈને હંમેશા સરકારને ઘેરતા રહે છે તો સત્તાધારી ટીએમસી તરફથી રાજ્યપાલ પર પ્રહાર કરવાની કોઈ તક છોડવામાં આવતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube