નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી (Mamata Banerjee) પર નંદીગ્રામમાં હુમલાને લઈને સ્પેશિયલ ઓબ્ઝર્વરની ટીમે શનિવારે સાંજે ચૂંટણી પંચને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. વિશેષ નિરીક્ષક વિવેક દુબે અને અજય નાયકે રિપોર્ટ દાખલ કર્યા બાદ જણાવ્યું કે મમતા બેનર્જી નંદીગ્રામમાં એક દુર્ગટનાને કારણે ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન વિશેષ નિરીક્ષકે કહ્યુ કે, ત્યાં (નંદીગ્રામ) માં મમતા બેનર્જીના કાફલા પર હુમલાના કોઈ પૂરાવા નથી. સાથે કહ્યું કે, તે સમયે મુખ્યમંત્રીની સાથે પર્યાપ્ત સુરક્ષા હતી અને તે તેનાથી ઘેરાયેલા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા મમતા બેનર્જી પર હુમલાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવના પહેલા રિપોર્ટ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા ચૂંટણી પંચે તેમની પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સ્પેશિયલ ઓબ્ઝર્વર વિવેક દુબે અને અજય નાયકે શનિવારે ચૂંટણી પંચને પોતાનો વિસ્તૃત રિપોર્ટ સોંપતા પહેલા બંગાળના નંદીગ્રામમાં દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. 


આ પણ વાંચોઃ Moradabad: પત્રકારો સાથે મારપીટની ઘટનામાં અખિલેશ યાદવ વિરુદ્ધ FIR દાખલ


બંગાળના મુખ્ય સચિવનો રિપોર્ટ અધૂરો
ચૂંટણી પંચે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર 10 માર્ચે નંદીગ્રામમાં થયેલા કથિત હુમલાને લઈને બંગાળ સરકારનો વિસ્તૃત રિપોર્ટ મળી ગયો છે. પરંતુ પંચે તેને અધૂરો ગણાવતા મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાય પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે, મુખ્ય સચિવને શનિવાર સુધી વિસ્તૃત વિગત આપવાનું કહેવામાં આવ્યું છે કે આ ઘટના ક્યા પ્રકારે થઈ અને તેની પાછળ કોણ હોઈ શકે છે?


ચૂંટણી પંચે માંગ્યો વિસ્તૃત રિપોર્ટ
ચૂંટણી અધિકારીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકાર તરફથી સોંપેલો રિપોર્ટ અધૂરો લાગી રહ્યો છે અને આ ઘટના વિશે વિસ્તૃત જાણકારી નથી, જેમ કે ઘટના કઈ રીતે થઈ અને તેની પાછળ કોણ હોઈ શકે છે? અમે રાજ્ય તંત્રને વિસ્તૃત અહેવાલ સોંપવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે શુક્રવારની સાંજે મળેલા રિપોર્ટમાં સ્થળ પર ભારે ભીડ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ તે ચાર-પાંચ લોકોનો ઉલ્લેખ નથી જેના પર મમતા બેનર્જીએ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube