કળિયુગી માતાએ પોતાના 4 વર્ષના માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો અને લાશ બેગમાં ભરીને નીકળી પડી
માતા વિશે શું કહી શકાય? બાળક જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે તેને દુનિયા સાથે જોડનાર એક માતા હોય છે. માતાની હૂંફમાં બાળક સૌથી વધુ સુરક્ષિત પોતાને માનતું હોય છે. પરંતુ આ જ માતા જ્યારે જીવ લેવા પર આવી જાય તો શું કહેવું? આવી કળિયુગી માતાનું શું કરવું?
માતા વિશે શું કહી શકાય? બાળક જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે તેને દુનિયા સાથે જોડનાર એક માતા હોય છે. માતાની હૂંફમાં બાળક સૌથી વધુ સુરક્ષિત પોતાને માનતું હોય છે. પરંતુ આ જ માતા જ્યારે જીવ લેવા પર આવી જાય તો શું કહેવું? આવી કળિયુગી માતાનું શું કરવું? એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને રૂવાંડા ઊભા થઈ જાય. બેંગલુરુની એક 39 વર્ષની મહિલા કે જે એક કંપનીની CEO પણ છે તે સૂચના શેઠે પોતાના જ ચાર વર્ષના માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો.
ગોવામાં આ વારદાતને અંજામ આપ્યા બાદ સૂચના શેઠ પુત્રના મૃતદેહને બેગમાં ભરીને બેંગલુરુ રવાના થઈ ગઈ હતી. જો કે આ મામલે ગોવા પોલીસ એક્શનમાં આવી ગઈ અને કર્ણાટક પોલીસનો સંપર્ક કર્યો. ત્યારબાદ આરોપી મહિલાને કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના એમંગલા પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવી છે. ગોવા પોલીસે મહિલા વિરુદ્ધ ચાર વર્ષના પુત્રના કથિત રીતે હત્યાનો મામલો દાખલ કર્યો છે.
શું છે આ સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ મુજબ કલંગુટ પોલીસ ઈન્સ્પેક્ટર પરેશન નાઈકે આ મામલે જણાવ્યું કે અમે સૂચના શેઠ વિરુદ્ધ હત્યાનો મામલો દાખલ કર્યો છે. તે એક કંપનીના સંસ્થાપક અને સીઈઓ છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે સૂચના તેના ચાર વર્ષના પુત્ર સાથે શનિવારે કેન્ડોલિમની હોટલ સોલ બનયાન ગ્રાન્ડેના સર્વિસ એપાર્ટમેન્ટના રૂમ નંબર 404માં ગઈ હતી. સોમવારે સવારે ચેક આઉટ કર્યા બાદ કર્મચારી તેના રૂમમાં સફાઈ માટે ગયા. એક કર્મચારીએ રૂમમાં લોહીના ડાઘા જોયા અને તરત હોટલ મેનેજમેન્ટને જાણ કરી. જેના પર સોમવારે સવારે લગભગ 11 વાગે હોટલ મેનેજમેન્ટે કલંગુટ પોલીસનો સંપર્ક કર્યો.
સીસીટીવી ફૂટેજથી ખુલાસો
સૂચના મળતા ઉત્તર ગોવા પોલીસ અધીક્ષક નિધિન વલસને કહ્યું કે જ્યારે પોલીસ હોટલ પહોંચી અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો પોલીસે જાણ્યું કે સૂચના શેઠ તેના પુત્રને લીધા વગર જ રૂમની બહાર ગઈ હતી. પલીસને મામલો શંકાસ્પદ લાગ્યો અને તેમણે હોટલના સ્ટાફની પૂછપરછ કરી હતી.
હોટરના કર્મચારીઓએ કહ્યું કે સૂચના રોડ માર્ગે બેંગલુરુ જવા માંગતી હતી અને ત્યાં જવા માટે ટેક્સી ઈચ્છતી હતી. પોલીસને જણાવ્યું કે તેમણે તેને કહ્યું કે ટેક્સી મોંઘી પડશે અને તેમણે ફ્લાઈટથી જવું જોઈએ. પરંતુ સૂચના ટેક્સી માટે જીદ કરવા લાગી હતી. ત્યારબાદ હોટલના સ્ટાફે તેને બેંગલુરુ જવા માટે એક સ્થાનિક કેબની વ્યવસ્થા કરી હતી.
ફેક એડ્ર્સ આપ્યું
કલંગુટ પીઆઈ નાઈકે કહ્યું કે તેમણે કેબ ડ્રાઈવરનો નંબર લીધો અને સૂચના સાથે વાત કરી. નાઈકે કહ્યું કે જ્યારે તેમણે તેને તેના પુત્ર વિશે પૂછ્યું તો સૂચનાએ તેમને જણાવ્યું કે તેણે તેના પુત્રને ફતોર્દામાં તેના મિત્રના ઘરે છોડ્યો હતો. જ્યારે પોલીસે મિત્રનું એડ્રસ પૂછ્યું તો તેણે બધી જાણકારી આપી દીધી. ત્યારબાદ નાઈકે એડ્રસ વેરિફાય કરવા માટે ફતોર્દામાં પોતાના સમકક્ષનો સંપર્ક કર્યો પરંતુ ખબર પડી કે એડ્રસ તો નકલી છે.
બેગમાં મળ્યો મૃતદેહ
ત્યારબાદ નાઈકે ફરીથી ડ્રાઈવરનો સંપર્ક કર્યો. તેની સાથે કોંકણીમાં વાત કરી અને વાહનને નજીકના પોલીસ સ્ટેશન જવા માટે કહ્યું. તે સમય સુધી તેઓ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લા સુધી પહોંચ્યા હતા. સૂચનાની જાણ બહાર જ ડ્રાઈવર ટેક્સીને અમીમંગલા પોલીસ સ્ટેશન લઈ ગયો. નાઈકે અમીમંગલા પોલીસ ઈન્સ્પેક્ટરનો સંપર્ક કર્યો અને તેમને બેગની તપાસની ભલામણ કરી. નાઈકે કહ્યું કે જ્યારે બેગ ખોલવામાં આવી તો તેમાંથી ચાર વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો.
ત્યારબાદ સૂચનાને અટકાયતમાં લેવા માટે કલંગુટ પોલીસ ટીમ પહેલેથી જ કર્ણાટક રવાના થઈ ચૂકી છે. નાઈકે કહ્યું કે તેઓ તેની ધરપકડ કરશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ લેશે અને આગળની તપાસ માટે તેને ગોવા લાવશે.
2010માં થયા હતા લગ્ન
સૂચના શેઠના લગ્ન 2010માં થયા હતા. 2019માં બાળકનો જન્મ થયો. 2020માં પતિ અને પત્ની વચ્ચે વિવાદ થયો તો મામલો કોર્ટમાં પહોંચ્યો. બંને વચ્ચે ડિવોર્સ થઈ ગયા. પરંતુકોર્ટે આદેશ આપ્યો કે પિતા તેના બાળકને દર રવિવારે મળી શકે છે. બસ આ વાત સૂચનાને ગમી નહીં. આ કારણે તે તણાવમાં રહેવા લાગી. તે નહતી ઈચ્છતી કે તેનો પતિ તેના બાળકને મળે.
પતિને પુત્રથી કેવી રીતે દૂર કરે તેનો પણ તેણે ઉપાય શોધી કાઢ્યો. પણ તે આટલો ખતરનાક હશે તે કોઈને સપને પણ ખ્યાલ નહીં હોય. સૂચના પ્લાન પ્રમાણે ગોવા પહોંચી. કહ્યું કે ચલ બેટા હું તને ફેરવી લાવું. પુત્ર પણ ખુશ થઈ ગયો. સૂચનાએ કન્ડોલિમ વિસ્તારમાં એક હોટલ બૂક કરી. માતા અને પુત્ર આ જ હોટલમાં રહ્યા. પછીતેણે ધારદાર હથિયારથી પુત્રને મારી નાખ્યો. જે માત્ર 4 વર્ષનો જ હતો. પુત્રના મૃતદેહને બેગમાં નાખ્યો અને હોટલના રૂમને પણ સાફ કરી નાખ્યો. ત્યારબાદ હોટલથી ચેકઆઉટ કરવા લાગી હતી. ત્યારે હોટલના સ્ટાફે પૂછ્યું કે તમારો પુત્ર ક્યાં છે તો કોઈ પણ ખચકાટ વગર કહ્યું કે પુત્રને મે પહેલા જ મોકલી દીધો. બસ હવે મારું ચેકઆઉટ કરો.
પોલીસને જણાવ્યું કારણ?
પોલીસે પકડ્યા બાદ સૂચનાએ હત્યા અંગે જે વાત કરી તે જાણીને પોલીસકર્મીઓના પણ હોશ ઉડી ગયા. સૂચનાએ જણાવ્યું કે તે નહતી ઈચ્છતી કે તેનો પતિ તેના પુત્રને મળે. પરંતુ કોર્ટના આદેશના કારણે તે રોકી શકતી નહતી. આથી તેણે નક્કી કર્યું કે તે તેના પુત્રને જ મારી નાખશે. પછી ન તો તેના પતિ તેને મળી શકશે કે ન તેને કોઈ ટેન્શન થશે. મહિલાએ જણાવ્યું કે તેણે હોટલની અંદર જ પુત્રને મારી નાખ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube