બેંગલુરૂઃ ભારતીય અંતરિક્ષ સંગઠન ઇસરો આગામી વર્ષે ડિસેમ્બરમાં પોતાના પ્રથમ માનવરહિત ગગનયાનમાં 'લેડી રોબોટ' વ્યોમમિત્રાને મોકલશે. જીવતી-જાગતી આધુનિક મહિલા જેવું દેખાતું આ મશીન ભારતીય અવકાશ અભિયાન માટે ખુબ મહત્વનું સાબિત થશે. આ હ્યૂમોનાયડ અવકાશમાં માનવ ગતિવિધિઓને અંજામ આપશે. સાથે ત્યાંના પર્યાવરણથી તાલમેલ બેસાડવાની સાથે જીવન રક્ષક સિસ્ટમને નિયંત્રિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ઘાટન સત્રમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહેલી લેડી રોબોટનું સંસ્કૃત નામ વ્યોમમિત્રા (એટલે કે અવકાશ મિત્ર) રાખવામાં આવ્યું છે. વ્યોમમિત્રાએ કાર્યક્રમમાં હાજર તમામ લોકોને પોતાનો પરિચય આપીને બધાને ચોંકાવી દીધા હતા. હાફ-હ્યૂમોનાયડ વ્યોમમિત્રાએ કહ્યું, 'હેલ્લો'. હું વ્યોમમિત્રા છું. હાફ-હ્યૂમોનાયડની પ્રોટોટાઇપ છું. મને પહેલા માનવરહિત ગગનયાન મિશન માટે બનાવવામાં આવી છે. મિશનમાં પોતાની ભૂમિકાને સ્પષ્ટ કરતા તેણે જણાવ્યું, 'હું મોડ્યૂલ પેરામીટરનું ધ્યાન રાખી શકુ છું. તમને સતર્ક કરી શકુ છું. પેનલ ઓપરેટર શરૂ કરવા જેવી ગતિવિધિઓને અંજામ આપી શકુ છું.'


ચંદ્રયાન-3 પર કામ શરૂ, ભારતીય મોડ્યૂલમાં જશે ભારતીય અવકાશયાત્રીઃ ઇસરો પ્રમુખ


હું એક સહયોગી હું અને અવકાશયાત્રીઓ સાથે વાર્તાલાપ કરી શકુ છું. આ સિવાય હું તેની ઓળખ કરી તેણે માગેલી જાણકારીઓ પણ આપી શકુ છું. વ્યોમમિત્રાએ પોતાનો પરિચય ખુદે આપ્યા બાદ સિવને જણાવ્યું કે, તે અવકાશમાં માનવની જેમ તમામ કામોને કરી શકે છે. તે તપાસ પણ કરી શકે છે કે સિસ્ટમ યોગ્ય ચાલી રહી છે કે નહીં. તેનાથી તે સમીક્ષા કરવામાં સરળતા રહેશે કે અવકાશમાં માનવનો વ્યવહાર કેવો હશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...