બેંગલુરૂઃ બેંગલુરૂ-મૈસૂર એક્સપ્રેસવે પર રોડ અકસ્માતમાં દર મહિને એવરેજ 20 લોકોના મોત થાય છે. કર્ણાટક સરકારે બુધવારે વિધાન પરિષદમાં આ જાણકારી આપી છે. રાજ્ય સરકારે કહ્યું કે રાજમાર્ગ પર દુર્ઘટનાઓમાં ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થનારા લોકોની એવરેજ સંખ્યા દર મહિને 100ની નજીક હતી. આ વર્ષે જાન્યુઆરીથી જૂનના મહિના વચ્ચે એક્સપ્રેસવે પર દુર્ઘટનાઓની કુલ સંખ્યા 512 હતી. તેમાંથી 245 દુર્ઘટનાઓ રાજમાર્ગના બેંગલુરૂથી નિદધટ્ટા ખંડ પર થઈ, જ્યારે નિદધટ્ટાથી મૈસૂર ખંડ પર 367 દુર્ઘટનાઓ થઈ છે. કુલ મોતોની સંખ્યા 123 છે. એક મહિનામાં સૌથી વધુ અકસ્માત મે મહિનામાં નોંધાયા, જ્યારે 110 દુર્ઘટનાઓ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે જનતા દળ (સેક્યુલર) એમએલસી મારથિબ્બેગૌડાના એક સવાલના જવાબમાં લોક નિર્માણ વિભાગના મંત્રી સતીષ જારકીહોલીએ ગૃહમાં આંકડા આપ્યા હતા. નિદધટ્ટાથી મૈસૂર વચ્ચેનો રોડ બેંગલુરૂ અને નિદધટ્ટા વચ્ચેની તુલનામાં વધુ ઘાતક જણાવવામાં આવ્યો છે. નિદધટ્ટાથી મૈસૂર વચ્ચે 267 દુર્ઘટનાઓ, 66 મોત અને 304 ગંભીર ઈજા જોવામાં આવી, જ્યારે બેંગલુરૂથી શરૂ થનાર ખંડમાં અપેક્ષાનુસાર ઓછા અકસ્માત (245), ઓછા મોત (57) અને ઓછા ગંભીર ઈજા (287) મામલા સામે આવ્યા હતા. 


આ પણ વાંચોઃ NCP પર કબજા માટે શું છે અજીત પવારની દલીલ? ECને મોકલેલા એફિડેવિટમાં થયો ખુલાસો


સરકારે આ અકસ્માતોનું કારણ પણ આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે "લેન શિસ્તનો અભાવ અને 100 કિમી પ્રતિ કલાકની ઝડપ મર્યાદાથી વધુ" અકસ્માતો માટેના મુખ્ય કારણો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લોકો પોતાની લેનને બદલે અહીં-ત્યાં ઓવરટેકિંગને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે એક્સપ્રેસ વે પર ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


અધિક પોલીસ મહાનિર્દેશક (ટ્રાફિક અને રોડ સેફ્ટી) આલોક કુમાર દ્વારા તૈયાર કરાયેલા તાજેતરના અહેવાલથી સરકાર દ્વારા શેર કરાયેલા આંકડા અલગ છે. કુમારે થોડા દિવસો પહેલા જાહેર કરેલા તેમના રિપોર્ટમાં અકસ્માતોની સંખ્યા 296 અને મૃત્યુની સંખ્યા 132 પર દર્શાવી હતી. આ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન આ વર્ષે માર્ચમાં પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube