હવે રેલવેમાં મુસાફરી દરમિયાન મળશે તમને એરલાઇનનો અનુભવ, IRCTCની ખાસ તૈયારી
IRCTC પોતાનાં સ્ટાફને ટ્રેનિંગ આફી રહ્યું છે કે કઇ રીતે મુસાફરો સાથે વર્તન કરવું અને તંગ સ્થિતીમાં કઇ રીતે વિવાદનો ઉકેલ લાવવો
નવી દિલ્હી : રેલવેએ યાત્રીઓને સારી સુવિધા મળી રહે તે માટે કમર કસી લીધી છે. જેના માટે રેલવે પોતાના કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી રહ્યું છે. રેલવેમાં મુસાફરી કરનારા લોકોની ફરિયાદ હોય છે કે રેલવે સ્ટાફ, ખાસ કરીને IRCTCના કેટરિંગ સ્ટાફની હોસ્પિટાલિટી યોગ્ય નથી. અનેક વખત મુસાફરો સાથે મારપીટની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. જેના પગલે હવે કૈટરિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ, ISRO ચીફે કહ્યું- 'ભારત માટે ચંદ્રની ઐતિહાસિક યાત્રાની શરૂઆત'
રેલવે તેના માટે પોતાની પ્રીમિયમ રાજધાની, દુરાંતો, શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનનાં કેટરિંગ અને પેન્ટ્રી સ્ટાફને ટ્રેનિંગ આપીને યાત્રીઓને વર્લ્ડ ક્લાસ સુવિધાનો અનુભવ કરાવવા માંગે છે. આ સ્ટાફને સંપુર્ણ પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે. સ્કિલ ઇન્ડિયા હેઠળ સક્ષમ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય જ રેલવેના સ્ટાફને વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ આપવાનો છે. ટ્રેનિંગ દરમિયાન આ કર્મચારીઓને સેન્ટર પર બોલાવવામાં આવશે.
યુવકે દેખાડી હિમ્મત તો ચેન સ્નેચર પર આવી આફત, Video જોઇ કરશો સૈલ્યૂટ
મિશન ચંદ્રયાન 2: સફળ લોન્ચ કરી ભારતે રચ્યો ઇતિહાસ, 48 દિવસે ચંદ્ર પર ઉતરશે
મળતી માહિતી અનુસાર IRCTC એ પ્રથમ તબક્કામાં 2000ના કેટરિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટાફ મુખ્ય રીતે કેટરિંગ અને પેન્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી હશે જેમનો સીધો સંપર્ક યાત્રીઓ સાથે હોય છે. ટ્રેનિંગ દરમિયાન તેમને શિખવવામાં આવશે કે મુસાફરો સાથે કઇ રીતે વર્તન કરવું જોઇે અને શું અન્ય નિયમોને ધ્યાનમાં રાકવા જોઇએ.
શાં માટે આખી દુનિયાની નજર છે ભારતના ચંદ્રયાન-2 મિશન પર? આ રહ્યું કારણ..જાણીને ગર્વ કરશો
રેલવેનાં અધિકારીઓનું કહેવું છે કે સ્ટાફને શીખવવામાં આવશે કે હંમેશા યુનિફોર્મ પહેરવો જેના પર નેમ પ્લેટ પણ હોવી જોઇએ. હાથમાં મોજા હોય. ઓર્ડર લેતા સમયે અથવા સર્વ કરતા સમયે ખુબ જ શાલીનતાથી વર્તન કરવું જોઇએ. જો કોઇ પેસેન્જર ગુસ્સે થઇ જાય તો સમગ્ર મુદ્દાને શાંતિથી ઉકેલ લાવવો. એવામાં આશા છે કે યાત્રીઓનાં અનુભવમાં સુધારો થશે.