બૈતૂલ: મધ્ય પ્રદેશના બૈતૂલ (Betul)માં 14 વર્ષની કિશોરીનું અપહરણ કરી તેના હાથ પગ બાંધીને ગોવાળિયાઓના વાડામાં બાંધીને તેની સાથે દુષ્કર્મ (Rape)નો પ્રયત્ન કર્યો હતો. આ મામલે પોલીસે બે આરોપીઓ પર છેડતી અને અપહરણનો કેસ નોંધાવ્યો છે, જેની શોધખોળ ચાલી રહી છે. મળતી જાણકારી અનુસાર કેસ બૈતૂલ બજાર પોલીસ મથક વિસ્તારના સેલ ગામમાં છે. જ્યાં 14 વર્ષની કિશોરી આદિવાસી બાળકીનું અપહરણ કરીને તેની સાથે પગ બાંધીને બંધક બનાવવામાં આવી અને તેની સાથે છેડતી કરવામાં આવી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે સાંજે પીડિત બાળકી પોતાની બહેનપણીઓ સાથે ઘરે જઇ રહી હતી રસ્તામાં ગામના એક યુવકે તેના મોંઢા પર કપડું નાખીને પોતાના એક સાથી સાથે ઉઠાવીને લઇ ગયો અને ગોવાળીયાને રાખનાર વાડામાં તેના હાથ પગ બાંધીને રાખ્યા. બાળકી સાથે મોટી ઘટના સર્જાઇ શકતી હતી. પરંતુ પડોશીઓની સતર્કતાના લીધે કિશોરી બચી ગઇ. તો બીજી તરફ અપહરણ બાદ કિશોરી બેભાન થઇ ગઇ, જેના લીધે આરોપી તેને છોડીને ભાગી ગયા. 


પીડિતાના અનુસાર બંને આરોપી યુવકોએ તેની સાથે છેડતી પણ કરી હતી. જ્યારે બાળકી ઘરે પરત આવી તો પરિવારના લોકો તેને આખી શોધતા રહ્યા, પરંતુ બાળકી મળી નહી રવિવારે બપોરે સુમસામ ઘરમાંથી પડોશીઓને અવાજ સંભળાયો તો અંદર જઇને જોયું તો કિશોરી હાથ પગ બાંધેલા હતા. તેને છોડાવવામાં આવી અને તેના પરિવારને સોંપવામાં આવી. રવિવારે બાળકીને લઇને બૈતૂલ બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ અપહરણ અને છેડતીનો કેસ દાખલ કરી શોધખોળ શરૂ કરી દીધી છે.  


પીડિતાના પિતાનું કહેવું છે કે સાંજે 6 વાગ્યાથી બાળકી ઘરમાં ન હતી. તેને આખા ગામમાં શોધી પરંતુ મળી નહી. બપોરે 2 વાગે ખબર પડી કે તે ગામના એક સુમસામ ઘરમાં બાંધીને રાખી છે. તો બીજી તરફ કેસની તપાસ કરી રહેલી મહિલા પોલીસ અધિકારીનું કહેવું છે કે કિશોરીએ ફરિયાદ કરી છે, કે એક છોકરાએ તેના મોંઢા પર કપડું નાખીને બીજા છોકરાએ તેના હાથપગ બાંધીને બંધક બનાવી હતી. છોકરી બેભાન થઇ ગઇ હતી તેને ખબર ન પડી તે શું થયું, કેસ છેડતી અને અપહરણનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube