નવી દિલ્હી: સાયબર આરોપીઓને (Cyber Criminals) રોકવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. મોટી સંખ્યામાં આરોપીઓને પકડીને જેલ ભેગા પણ કર્યાં છે. પરંતુ તેમ છતાં આરોપીઓ સુધરતા નથી. મધ્યપ્રદેશના (Madhya Pradesh) પાટનગર ભોપાલમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં આરોપીઓએ ભોગબનનારને વીડિયો કોલ (Video call) કરીને નગ્ન અવસ્થામાં એક છોકરી સાથે વાત કરાવી. હવે આ આરોપીઓ રૂપિયા પડાવવા ધમકી આપી રહ્યાં હતા. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભોગબનનારે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેમની પર એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ (Video call) આવ્યો. કોલ રીસિવ કર્યો તો નગ્ન (Naked) અવસ્થામાં એક છોકરી વાત કરી રહી હતી. બસ આજ દરમિયાન આરોપીઓએ મોબાઈલ પર સ્ક્રિનશોટ લઈ લીધો. આ સ્ક્રિનશોટ વાયરલ (Viral) કરવાની ધમકી આપીને રૂપિયા પડાવાના પ્રયાસો થઈ રહ્યાં હતા. આ તમામ વાત ભોગબનનારે ફરિયાદમાં લખાવી. 


આ પણ વાંચો:- મહારાષ્ટ્રમાં જલ્દીથી લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન, CM ઠાકરેએ આપ્યા સંકેત


સાયબર પોલીસના ASP અંકિત જયસ્વાલે જણાવ્યું કે અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ પછી બ્લેકમેલિંગની ફરિયાદ મળી છે. પોલીસ આ નંબરને ટ્રેસ કરીને આરોપીઓને પકડવાના પ્રયાસ કરી રહી છે. ભોગબનનારે પોલીસને જણાવ્યું કે આરોપીઓએ પહેલા ઓછા રૂપિયા માગ્યા હતા. પરંતુ માગવામાં આવેલી રકમમાં વધારો થઈ ગયો છે. 


આ પણ વાંચો:- કોરોનાના વધતા કેસ વચ્ચે મિનિ લોકડાઉનની સળવળાટ, ડો. રણદીપ ગુલેરિયાએ આપ્યા સંકેત


પોલીસે લોકોને અજાણ્યા નંબર પરથી ફોન રીસિવ ના કરવાની સલાહ આપી છે. પોલીસે કહ્યું કે વીડિયો કોલ પર વાત કરતા સમયે ફ્રંટ કેમેરામાં સૌથી પહેલા હાથ રાખવો જેથી કરીને આરોપીઓને તમારો ચહેરો નહીં દેખાય અને સ્ક્રિનશોટ નહીં લઈ શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube