નવી દિલ્હી: 'મેરા રંગ દે બસંતી ચોલા, માયે રંગ દે'... આ ગીત અજય દેવગન પર બનેલી 2002ની ફિલ્મ 'ધ લિજેન્ડ્સ ઑફ ભગત સિંહ'માં ભગત સિંહ તરીકે ફિલ્માવવામાં આવ્યું હતું. બોલિવૂડની દુનિયામાં બસંતી કે પીળો રંગ હંમેશા ભગત સિંહ સાથે જોડાયેલો રહ્યો છે. પરંતુ હવે ફરી એકવાર આ પીળો રંગ ભગત સિંહ સાથે જોડવામાં આવી રહ્યો છે, આ વખતે ફિલ્મમાં નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ક્યારેક કોમેડી કરનાર ભગવંત માન હવે પંજાબના મુખ્યમંત્રી છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર ભગત સિંહના સપનાવાળું ભારત બનાવવાની વાત જનતાને કહી હતી. જે દિવસે ભગવંત માનને શપથ લીધી, તો તેમણે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે તેઓ પીળો અથવા તા બસંતી રંગ જ પહેરીને આવે, જેથી ભગત સિંહને સમ્માન આપી શકાય.


પરંતુ શું હકીકતમાં ભગત સિંહે ક્યારેય પીળી પાઘડી બાંધી હતી, શું પીળો રંગ ખરેખર ભગતસિંહ સાથે સંકળાયેલો લાગે છે? જો ઈતિહાસ પર નજર કરીએ તો એવું નથી લાગતું. ભગતસિંહની તમામ તસવીરોમાં, તેમને લગતા તમામ દસ્તાવેજ ઉપલબ્ધ છે તેમાં ક્યાંય પણ એવું નથી દેખાડ્યું કે ભગતસિંહે ક્યારેય પીળી કે બસંતી રંગની પાઘડી બાંધી હોય.



શું કહે છે ભરતસિંહ સાથે જોડાયેલા દસ્તાવેજ?
શહીદ-એ-આઝમ ભગત સિંહ સાથે જોડાયેલા અનેક પુસ્તકો લખી ચૂક્ય છે અને તેમના દસ્તાવેજો પર અધ્યયન કરી ચૂકેલા જેએનયૂના પ્રોફેસર ચમનલાલનું પણ આ જ માનવું છે. પ્રોફેસર ચમનલાલે જણાવ્યું હતું કે, દસ્તાવેજોના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે ભગત સિંહને પીળી પાઘડી સાથે કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી, જે પણ દાવાઓ કરવામાં આવે છે, તે સાવ પાયાવિહોણા છે.


ચમનલાલના મતે, ભગતસિંહની અત્યાર સુધીમાં માત્ર ચાર જ તસવરો ઉપલબ્ધ છે, જેમાં તેઓ ઉંમરના અલગ અલગ પડાવમાં જોવા મળી રહ્યા છે. ચારેય તસવીરોમાં પીળી પાઘડી જોવા મળતી નથી. વર્ષ 1929માં ધ ટ્રિબ્યૂનને પણ પોતાના ફ્રન્ટ પેજ પર એક ભગત સિંહની તસવીર છાપી હતી, જેમાં તેઓ સફેદ પાઘડી બાંધેલી જોવા મળ્યા હતા. 


ભગત સિંહના પરિવારે પણ ઉઠાવ્યા સવાલ
માત્ર ઈતિહાસકારો જ નહીં પરંતુ ભગત સિંહના પરિવાર સાથે જોડાયેલા લોકોને પણ આનો પર વાંધો છે. જોકે,  પંજાબના સીએમ બન્યા બાદ ભગવંત માને જાહેરાત કરી હતી કે સરદાર ભગત સિંહ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો હવે પંજાબની સરકારી ઓફિસોમાં લગાવવામાં આવશે. અહીં લીધેલી તસવીરમાં ભગતસિંહ પીળી પાઘડી પહેરેલી જોવા મળે છે.



ભગત સિંહના ભત્રીજા અને વીર ચક્ર વિજેતા શેહોનાન સિંહે સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. શેહોનાન સિંહનું કહેવું છે કે તેઓ તેમના તરફથી પંજાબ સરકારને ભગત સિંહની વાસ્તવિક તસવીર રજૂ કરવા ગયા હતા, જેમાં તેઓ સફેદ પાઘડીમાં જોવા મળે છે. પરંતુ તેમને કોઈ મળ્યું ન હતું, તેમજ મુખ્યમંત્રી આવાસમાં જે તસવીર છે તે તસવીર પર આધારિત છે, વાસ્તવિક નથી.


વાસ્તવમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઓફિસમાં ભગત સિંહની પીળી પાઘડીની તસવીરને લઈને કોઈ વિવાદ નથી. બલ્કે મહાત્મા ગાંધી અને મહારાજા રણજીત સિંહની તસવીર હટાવવા અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.


તમને જણાવી દઈએ કે 23 માર્ચે શહીદ દિવસ મનાવવામાં આવે છે. 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહને 24 વર્ષની ઉંમરે લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેમની સાથે રાજગુરુ અને સુખદેવને પણ અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube