Bhai Dooj 2021: ભાઈને અકાળ મૃત્યુથી બચાવી લાંબી ઉંમરની કામનાનું છે આ પર્વ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ
ધનતેરસથી શરૂ થતું દિવાળીનું આ 5 દિવસનું પર્વ આજે ભાઈબીજની ઉજવણી સાથે પૂરું થશે. ભાઈ બહેનના પવિત્ર સંબંધનું આ પર્વ કારતક માસના શુકલ પક્ષની દ્વિતિયાના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને તિલક કરે છે અને ભગવાન પાસે લાંબી ઉંમરની કામના કરે છે. આજના દિવસે ભાઈને શુભ મુહૂર્તમાં તિલક લગાવવું ખુબ જ શુભ હોય છે.
Bhai Dooj Tilak Time 2021: ધનતેરસથી શરૂ થતું દિવાળીનું આ 5 દિવસનું પર્વ આજે ભાઈબીજની ઉજવણી સાથે પૂરું થશે. ભાઈ બહેનના પવિત્ર સંબંધનું આ પર્વ કારતક માસના શુકલ પક્ષની દ્વિતિયાના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈને તિલક કરે છે અને ભગવાન પાસે લાંબી ઉંમરની કામના કરે છે. આજના દિવસે ભાઈને શુભ મુહૂર્તમાં તિલક લગાવવું ખુબ જ શુભ હોય છે.
અકાળ મૃત્યુથી બચાવે છે આ પર્વ
ભાઈ બીજને હિન્દુ ધર્મમાં ખુબ મહત્વ અપાયું છે. એટલે સુધી કે એવી માન્યતા છે કે જો ભાઈ પોતાની બહેન પાસે જઈને ભાઈબીજનું તિલક લગાવડાવે અને તેના ઘરે ભોજન કરે તો તેના અકાળ મૃત્યુના યોગ પણ દૂર થાય છે. આથી આ દિવસને યમ દ્વિતિયા પણ કહે છે. જો કે એ યાદ રાખવું જોઈએ કે બહેનો પોતાના ભાઈઓને રાહુ કાળ દરમિયાન ભૂલેચૂકે તિલક ન કરે. આમ કરવું ખુબ જ અશુભ હોય છે. આજે ભાઈબીજના દિવસે તિલક લગાવવાનું શુભ મુહૂર્ત બપોરે 1:10 વાગ્યાથી લઈને 3:21 વાગ્યા સુધીનું એટલે કે 2 કલાકનું રહેશે.
ભાઈબીજની પૂજાવિધિ
ભાઈબીજના દિવસે સવારે જલદી ઉઠીને ન્હાઈ ધોઈને પોાતના ઈષ્ટદેવ, ભગવાન વિષ્ણુની પૂજા કરો. ત્યારબાદ ભાઈઓના હાથમાં સિંદૂર અને ચોખા રાખો પછી તેના પર પાનના 5 પાન, સોપારી અને ચાંદીના સિક્કા રાખો. ત્યારબાદ ભાઈને તિલક લગાવો. તેના હાથ પર નાડાછડી બાંધો અને પછી પાન પર જળ ચડાવીને ભાઈની લાંબી ઉંમર માટે મંત્ર પઢો. ત્યારબાદ ભાઈની આરતી ઉતારો, તેને મિઠાઈ ખવડાવો. શક્ય હોય તો આ દિવસે ભાઈ તેની બહેનના ઘરે ભોજન કરે અને તેને ભેટ આપે. જો કે કેટલાક ભાગોમાં બહેન ભાઈને તિલક લગાવે છે અને તેની આરતી ઉતારીને મિઠાઈ ખવડાવે છે.
(ખાસ નોંધ- આ લેખમાં અપાયેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube