ભય્યૂજી મહારાજે કેમ કરી આત્મહત્યા, 2 વર્ષથી હતા એકલા!
આધ્યાત્મિક ધર્મગુરૂ ભય્યૂજી મહારાજે મંગળવારે પોતાના ઘરમાં ખૂદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
નવી દિલ્હીઃ આધ્યાત્મિક ધર્મગુરૂ ભય્યૂજી મહારાજે મંગળવારે (12 જૂન) પોતાના આવાસ પર ખૂદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાની હજુ સત્તાવાર પૃષ્ટિ થઈ નથી પરંતુ મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. તેમને ઈન્દોરની બામ્બે હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે એવા આધ્યાત્મિક ગુરૂ હતા જેને મધ્ય પ્રદેશ સરકારે રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. પરંતુ તેમણે કાર અને અન્ય સરકારી સુવિધાઓ લેવાની ના પાડી હતી. તેઓ એપ્રિલ 2016થી જ જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ ચૂક્યા હતા.
પારિવારિક વિવાદને કારણે હતા તણાવમાં
ઈન્ડિયન એક્સપ્રેસે ઈન્દોરના ડીઆઈજી હરીનારાયણચારી મિશ્રાના હવાલાથી કહ્યું કે, તેમની આત્મહત્યાની પાછળ પારિવારિક વિવાદ હોય તેવુ માનવામાં આવી રહ્યું છે. તે પણ અફવા છે કે, આ કારણે તેઓ ડિપ્રેશનમાં હતા. તેમના મોત બાદ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થયા હતા. પૂર્વ મોડલ અને જમીનદારના પુત્ર ભય્યૂજી મહારાજનું સાચુ નામ ઉદયસિંહ દેશમુખ હતું. તે પોતાના પહેરવેશને લઈને ચર્ચામાં રહેતા હતા.
ભય્યૂજી મહારાજ મોડલિંગ છોડીને અપનાવ્યો હતો આદ્યાત્મનો માર્ગ, જાણો 5 વાતો
પહેરવેશ અને મોંઘી જીવનશૈલીને કારણે રહેતા હતા ચર્ચામાં
ભય્યુજી મહારાજનું આશ્રણ ઈન્દોરમાં આવેલું છે. તે સફેદ કલરની મર્સિડીઝ એસયૂવીથી જ પ્રવાસ કરતા હતા. તેમના ફોલોઅર વધુ ન હતા. તેઓ યાત્રાઓ દરમિયાન રિઝોર્ટમાં જ રહેતા હતા. રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે તેમની સારી પકડ હતી. મોટા લોકો સમય-સમય પર તેમનું મંતવ્ય લેતા હતા. તેમની વેબસાઇટ પર યુવા રાષ્ટ્ર સંત શ્રી સગગુરૂ ભય્યૂજી મહારાજને આદ્યાત્મિક ગુરૂ, સમાજ સુધારક અને મોટીવેટર દર્શાવવામાં આવ્યા છે. સાઇટ પ્રમાણે તેઓ લોકોના જીવનમાં ખુશાલી લાવવાનું કામ કરતા હતા. તેમના લગ્ન ઈન્દોર સ્થિત ડોક્ટર સાથે થયા હતા. તેનાથી તેમના ઘણા અનુયાઈઓ નારાજ હતા. 2011માં લોકપાલના મુદ્દા પર અન્ના હજારેના અનશન સમયે તેઓ ચર્ચામાં રહ્યાં હતા.