ભૈયુજી મહારાજની આત્મહત્યા મામલે CBI તપાસની કોંગ્રેસની માંગ, સરકાર સામે ગંભીર આરોપ
આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજના મોત મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે, આ ન પુરાય એવી ખોટ છે.
નવી દિલ્હી : આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજના મોત મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. એમણે કહ્યું કે, આ ન ભરાય એવી ખોટ છે. દેશ એ એવા વ્યક્તિને ગુમાવ્યા છે કે જે સંસ્કૃતિ, જ્ઞાન અને સેલ્ફલેસ સર્વિસના અનોખા સંગમ સમા હતા.
આ પણ વાંચો : ભય્યૂજી મહારાજે કેમ કરી આત્મહત્યા, 2 વર્ષથી હતા એકલા!
જ્યારે એમપી કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મધ્યપ્રદેશ સરકારના કારણે ભૈયુજી મહારાજ ઘણા દિવસોથી પરેશાન હતા. સરકાર એમની પર સમર્થન આપવાને લઇને દબાણ કરી રહી હતી. એમને જબરજસ્તીથી વિશેષાધિકાર આપવામાં આવી રહ્યો હતો કે જે લેવા તેઓ સતત ઇન્કાર કરી રહ્યા હતા. તે ઘણા પરેશાન હતા. આ મામલે સીબીઆઇ તપાસ થવી જોઇએ.
ભય્યૂજી મહારાજ મોડલિંગ છોડીને અપનાવ્યો હતો આદ્યાત્મનો માર્ગ, જાણો 5 વાતો
ગોળી મારતાં પૂર્વે કરી ટ્વિટ
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર ભૈયુજી મહારાજે પોતાના નિવાસે મંગળવારે બપોરે પોતાની જાતને ગોળી મારી હતી. સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા જોકે ત્યાં એમનું મોત નીપજ્યું હતું. પોતાને ગોળી મારતાં પહેલા ભૈયુજી મહારાજે એક પછી એક સતત 6 ટ્વિટ કરી હતી.