નવી દિલ્હીઃ દેશમાં ત્રણ નવા કૃષિ કાયદા (Farm Law) પર તકરાર ચાલી રહી છે. થોડા દિવસ પહેલા યૂપીના મુઝફ્ફરનગરમાં યોજાયેલી મહાપંચાયત બાદ કિસાન નેતાઓની ગતિવિધિઓ અને પ્રવાસ સતત ચાલી રહ્યાં છે. આ કડીમાં આંદોલનકારી કિસાનોએ 27 સપ્ટેમ્બરે ભારત બંધ  (Bharat Band)નું આહ્વાન કર્યું છે. આંદોલન સાથે જોડાયેલા લોકોએ આ કથિત ભારત બંધની તૈયારીઓપૂરી કરી લીધી છે. ગુજરાત પર કિસાનોના બંધની અસર જોવા મળશે તેવી શક્યતા નહિવત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈવે પર ટ્રાફિક રોકશે
કિસાન નેતાઓ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ભારત બંધ દરમિયાન સવારે છ કલાકથી સાંજે 4 કલાક સુધી આંદોલન સાથે જોડાયેલા લોકો દિલ્હી બોર્ડર સહિત તમામ રસ્તા પર ધરણા આપશે. પરંતુ આ વખતે એક ફેરફાર થયો છે કે આંદોલન સ્થળ પર ગામથી કિસાનોને બોલાવવામાં આવશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે યૂપીના કિસાન અહીં આવશે નહીં કારણ કે તે પોત-પોતાના ક્ષેત્રમાં બંધનું આયોજન કરશે.


આ પણ વાંચોઃ UP માં CM યોદી આજે કરશે મંત્રીમંડળનું વિસ્તરણ, આ 7 નેતા બનશે મંત્રી


બંધ પર BKU ની કેટલી અસર?
ભારતીય કિસાન યુનિયન (BKU) ના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે કહ્યુ કે, ભાકિયૂએ સંપૂર્ણ તૈયારી સાથે બંધને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી છે. બંધને સફળ બનાવવા માટે બધા જિલ્લામાં બેઠકો ચાલી રહી છે. કિસાન યુનિયને કાર્યકર્તાઓને બંધના દિવસે ચક્કા જામ કરવાનું કહ્યું છે. 


શું બંધ, શું ખુલ્લુ
સંયુક્ત કિસાન મોર્ચાના નેતાઓ પ્રમાણે પોલીસે આંદોલનકારી કિસાનોને હટાવવાની કાર્યવાહી કરી તો કિસાન જેલ જવાનું પસંદ કરશે પરંતુ રસ્તાઓ પરથી હટશે નહીં. આ દરમિયાન ખાનગી ઓફિસ, શિક્ષણ સંસ્થા, દુકાનો અને વ્યાવસાયિક સ્થાનો બંધ રહેશે. બંધ દરમિયાન એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સર્વિસને રોકવામાં આવશે નહીં. આ રીતે માલવાહક ટ્રકો અને ગાડીઓને દિલ્હીથી આવવા કે જવા દેવામાં આવશે નહીં. 


આ પણ વાંચોઃ PM મોદીનું અદભૂત મેનેજમેન્ટ: અમેરિકામાં 65 કલાકમાં 20 મીટિંગ, ફ્લાઈટમાં પણ કરી 4 લાંબી બેઠક


ઇન્ટરનેશનલ દબાવનો હવાલો
BKU નેતા પ્રમાણે ભારત સરકાર જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદા પરત લેશે નહીં અને એમએસપી પર કાયદો બનાવશે નહીં ત્યાં સુધી તેનું આંદોલન યથાવત રહેશે. તો રાકેશ ટિકૈત મોદી-બાઇડેનની મુલાકાત પર કહ્યુ કે, બહુરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વિશ્વભરમાં કૃષિ નીતિઓને પ્રભાવિત કરવામાં આવી રહી છે. વિશ્વ વ્યાપાર સંગઠન અને મુક્ત વ્યાપાર સમજુતી પણ કિસાનો પર નકારાત્મક પ્રભાવ પાડી રહી છે. તેના પર પણ મોદી-બાઇડેન વચ્ચે ચર્ચા થવાની જરૂર હતી. કારણ કે દુનિયાના કિસાનોના જીવન પર આ આંતરરાષ્ટ્રીય દબાવથી મોટો ખતરો છે. 


વિપક્ષે આપ્યું સમર્થન
કોંગ્રેસે ભારત બંધનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. તો આપ નેતા રાઘવ ચઢ્ઢાએ પણ ટ્વીટ કરીને બંધનું સમર્થન કરવાની વાત કરી છે. આ રીતે વામ દળો અને તેલુગૂ દેશમ પાર્ટીએ પણ ભારત બંધને પોતાનું સમર્થન આપ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube