નવી દિલ્હી : નવા ખેડૂત કાયદાની વિરુદ્ધ મંગળવારે રાષ્ટ્રવ્યાપી ભારત બંધ બાદ 13 ખેડૂત નેતાઓનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે. ગૃહમંત્રી અને ખેડૂત નેતાઓ વચ્ચે ભારતીય ખેડૂત સંશોધન પરિષદના (ICAR) ગેસ્ટ હાઉસમાં વાતચીત ચાલી રહી છે. આ બેઠકમાં કૃષિ સચિવ અને અન્ય અધિકારીઓ પણ જોડાયેલા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહ સાથે વાતચીતના શુભ સંકેત
ભારત બંધ બાદ ભારતીય ખેડૂત યૂનિયનના (BKU) નેતા રાકેશ ટિકૈતે અમિત શાહની સાથે બેઠકનો શુભ સંકેત માન્યો છે. તેમણે કહ્યું કે, તમામ ખેડૂતોની સાથે અમે અમિત શાહ સાથે મુલાકાત કરીશું. કૃષિ કાયદા મુદ્દે ચાલી રહેલા તમામ વિવાદોનો ઉકેલ આવશે. તેમણે કહ્યું કે, અમે સિંઘુ બોર્ડર જઇ રહ્યા છીએ અને પછી ત્યાંથી ગૃહમંત્રીને મળવા માટે જઇશું.


ખેડૂત કાયદાની વિરુદ્ધ આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ભારત બંધનો સમય પુર્ણ થયા બાદ હવે આદોલન અંગેના મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે (આજે) સાંજે 7 વાગ્યે ખેડૂત નેતાઓ સાથે મુલાકાત કરશે. ભારતીય ખેડૂત યૂનિયનનાં રાકેશ ટિકૈત દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ મુલાકાત ત્યારે થઇ રહી છે જ્યારે બુધવારે એટલે કે કાલે ખેડૂતો અને સરકાર વચ્ચે છઠ્ઠા તબક્કાની વાતચીત થવાની છે. 


Delhi CM House Arrest : AAPએ લગાવ્યો CM કેજરીવાલને નજરકેદ કર્યાનો આરોપ, દિલ્હી પોલીસે ફોટો શેર કરી આપ્યો જવાબ

રાકેશ ટિકૈતના અનુસાર હાલ તમામ ખેડૂતો દિલ્હીની સિંઘુ બોર્ડર જઇ રહ્યા છે. ત્યાર બાદ સાંજે સાત વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવામાં આવશે. રાકેશ ટિકૈતે જણાવ્યું કે, આ બેઠકમાં 14-15 ખેડૂત નેતાઓ જોડાઇ શકે છે. તેમણે કહ્યું કે, અમે અમારી માંગણીઓ પર અટલ છીએ. ગૃહમંત્રી સાથે મુદ્દાસર વાત જ કરીશું. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આશા વ્યક્ત કરી કે ગૃહમંત્રીની સાથે બેઠકમાં પોઝિટિવ નિષ્કર્ષ નિકળે તેવી આશા અમે કરી રહ્યા છીએ. 


Corona Update: દેશમાં હાંફી રહ્યો છે ઘાતક વાયરસ કોરોના!, તાજા આંકડાથી મળ્યા ખુબ સારા સંકેત

ખેડૂત સંગઠનો અગાઉ પણ અનેક વખત કહી ચુક્યા છે કે, તેઓ આ કાયદાને રદ્દ કરવા મુદ્દે સીધા જ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરવા માંગે છે. જો કે સરકાર અને ખેડૂતોની વચ્ચે થનારી ચર્ચામાં કૃષી મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સરકાર તરફથી વાતચીત ચલાવી રહ્યા છે. 
અત્યાર સુધી પાંચ તબક્કામાં થઇ ચુકી છે વાતચીત.


Bharat Bandh LIVE: યુપી ગેટ પર ભીમ આર્મીના કાર્યકરો પર લાઠીચાર્જ, કૃષિમંત્રીને મળ્યા CM ખટ્ટર

કૃષી કાયદાઓની વિરુદ્ધ પંજાબ અને અન્ય રાજ્યોનાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર છેલ્લા 13 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો સતત ખેડૂત કાયદા પરત લેવા માટેની માંગ કરી રહ્યા છે. તેના મુદ્દે સરકાર સાથે અત્યાર સુધી પાંચ તબક્કામાં બેઠકો તઇ ચુકી છે. અગાઉ પણ ભારત બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જો કે 9 ડિસેમ્બરે યોજાનારી સરકાર સાથેની વાતચીતમાં જોડાવાની સંમતી પણ વ્યક્ત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube