નવી દિલ્હી/ચંદીગઢ: અનુસૂચિત જાતિ, જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એસટી/એસટી એક્ટ)ને આજે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચૂકાદાના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનો આજે (2 એપ્રિલ) ભારત બંધનું એલાન કર્યું છે. ન્યૂઝ એજન્સી ANI ના અનુસાર દલિત સંગઠન સાથે સંકળાયેલા લોકોએ સોમવારે વહેલી વારે ઓરિસ્સાના સંભલપુર (Sambalpur)માં રેલના પાટા પર એકઠા થઇ ગયા અને ટ્રેનોની અવર-જવર અટકાવી દીધી. સાવધાની વર્તતા પંજાબ સરકારે બસ અને મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબ સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે બે એપ્રિલના રોજ ભારત બંધના આહવાનને ધ્યાનમાં રાખતાં પંજાબ સરકારે રાજ્યમાં સાર્વજનિક પરિવહનની સેવાઓ સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે પીઆરટીસી, પંજાબ રોડવેઝ અને પનબસની બસો રસ્તા પર દોડશે નહી તથા આ બસોની સેવાઓ સ્થગિત રહેશે. 


CBSE 10મા અને 12માની પરીક્ષાઓ રદ
ભારત બંધના એલાનના લીધે પંજાબમાં સોમવારે 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. કેંદ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શિક્ષા નિર્દેશાલયની માંગ પર રવિવારે મોડી રાત્રે તેની સત્તાવાર જાહેરાત કરી દીધી. સીબીએસઇનું કહેવું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખતા બોર્ડે આ નિર્ણય લીધો છે. બંને પેપરની તારીખની જાહેરાત પછી કરવામાં આવશે. સોમવારે 10માના સંસ્કૃત વિષયની પરીક્ષા અને 12માના હિંદી ઇલેક્ટિવની પરીક્ષા યોજાવવાની હતી.



અધિકારીના અનુસાર રાજ્ય સરકારે રવિવારે સાંજે પાંચ વાગ્યાથી માંડીને સોમવારે રાત્રે અગિયાર વાગ્યા સુધી મોબાઇલ નેટવર્કો પર પુરી પાડવામાં આવતી એસએમએસ અને ડોંગલ સેવાઓ ઉપરાંત મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ (2જી, 3જી, 4જી, ડીસીએમએ)ના સ્થગિત કરવાનો આદેશ પણ કર્યો છે. 


સચિવ (ગૃહ) રાહુલ તિવારીએ જણાવ્યું કે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓન સ્થગિતનો આદેશ સોશિયલ મીડિયાના માધ્યમથી દુષ્પ્રચાર, અફવાઓને ફેલતાં અટકાવવી તથા શાંતિ અને વ્યવસ્થા બગડતાં રોકવા માટે કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરમરિંદર સિંહે રાજ્યના લોકોને ખાસકરીને અનુસૂચિત જાતિના સભ્યોને સંયમ જાળવવા અને કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે અપીલ કરી છે.


કેંદ્ર સરકાર દાખલ કરશે પુનર્વિચાર અરજી
દલિતોના વિરોધ પ્રદર્શનને જોતાં કેંદ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે SC/ST એક્ટને લઇને સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ કેંદ્ર સરકાર સોમવારે પુનર્વિચાર અરજી દાખલ કરશે. 



ભારત બંધમાં જિજ્ઞેશ મેવાણી પણ કૂદયા
ગુજરાતના ધારાસભ્ય અને પોતાને દલિત નેતા ગણાવનાર જિજ્ઞેશ મેવાણી પણ ભારત બંધમાં જોડાયા છે. જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરી લોકોને ભારત બંધમાં જોડાવવાની અપીલ કરી છે. ભાજપના દલિત સાંસદોએ પણ પીએમ નરેંદ્ર મોદીને મળીને સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવાની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર વિરોધ વ્યક્ત કર્યો છે.