Bharat Biotech એ તૈયાર કરી નાકથી અપાતી Corona Vaccine,બીજા તબક્કાની ટ્રાયલને મળી મંજૂરી
કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરી રહેલા ભારતને મહામારી સામે લડવા માટે વધુ એક વેક્સિન મળવાની છે. આ વેક્સિન (Corona Vaccine) નાકથી ડ્રોપના રૂપમાં આપી શકાશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે ભારતને વધુ એક વેક્સિન મળવાની છે. આ વેક્સિન (Corona Vaccine) નાકથી ડ્રોપના રૂપમાં આપી શકાશે.
ભારત બાયોટેક વિકસિત કરી રહી છે વેક્સિન
જાણકારી પ્રમાણે આ વેક્સિન ભારત બાયોટેક (Bharat Biotech) તરફથી વિકસિત કરવામાં આવી રહી છે. કંપનીને આ વેક્સિનના બીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. ક્લિનિકલ ટ્રાયલ માટે નિયામકની મંજૂરી મળી ગઈ છે. બાયોટેકનોલોજી વિભાગ (DBT) એ કહ્યું કે, દવાના પ્રથમ તબક્કાની ટ્રાયલ 18થી 60 વર્ષના લોકો પર કરવામાં આવી હતી. તે સંપૂર્ણ પણે સફળ રહી છે.
આ પણ વાંચોઃ કોરોનાની બીજી લહેર બજુ ખતમ થઈ નથી, ત્રીજી લહેર લોકોના વ્યવહાર પર નિર્ભરઃ ડો. ગુલેરિયા
નાકથી આપી શકાશે વેક્સિન
બાયોટેકનોલોજી વિભાગ (DBT) એ કહ્યું- નાકથી અપાતી ભારત બાયોટેક (Bharat Biotech) ની આ નોઝલ વેક્સિન છે. જેના બીજા તબક્કાની ટ્રાયલ માટે નિયામકની મંજૂરી મળી ગઈ છે. તેનાથી ડીબીટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કંપનીને બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. આ આવા પ્રકારની કોરોનાની પ્રથમ રસી છે, જેની ભારતમાં મનુષ્યો પર ટ્રાયલ થશે. કંપનીએ તેની તકનીક સેન્ટ લુઈસ સ્થિત વોશિંગટન યુનિવર્સિટીથી પ્રાપ્ત કરી છે.
પ્રથમ તબક્કામાં કોઈ આડઅસર નહીં
DBT એ કહ્યું- કંપનીએ જાણકારી આપી છે કે પ્રથમ તબક્કાની ટ્રાયલમાં સામેલ લોકોના શરીરે રસીના ડોઝને સફળતાપૂર્વક સ્વીકાર કર્યો છે. કોઈ જગ્યાએથી આડઅસરની જાણકારી નથી. આ પહેલાના અભ્યાસોમાં પણ રસી સુરક્ષિત જોવા મળી હતી. DBT એ કહ્યું કે પશુઓ પર થયેલી સ્ટડીમાં આ રસી એન્ટીબોડીનું ઉચ્ચ સ્તર બનાવવામાં સફળ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube