હૈદરાબાદઃ દેશી રસી કંપની ભારત બાયોટેકે મંગળવારે કહ્યું કે, તેન પોતાની રસી કોવૈક્સીન માટે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પાસે જુલાઈ-સપ્ટેમ્બર સુધી ઇમરજન્સી ઉપયોગ મંજૂરી (ઈયૂએ) મળવાની મળવાની આશા છે. કંપનીએ કહ્યું કે, કોવૈક્સીન માટે 60 વધુ દેશોમાં નિયમનકારી મંજૂરી પ્રક્રિયામાં છે, જેમાં અમેરિકા, બ્રાઝિલ, હંગરી જેવા દેશ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ એક નિવેદન જાહેર કરી કહ્યું- ઈયૂએ માટે અરજી ડબ્લ્યૂએચઓ-જિનેવાને સોંપી દેવામાં આવ્યું છે, નિયમનકારી મંજૂરી જુલાઈ-સપ્ટેમ્બર 2021 સુદી મળવાની આશા છે. રસી નિર્માતાએ કહ્યું કે, તેને 13 દેશોમાં ઈયૂએ હાસિલ થઈ ગયા છે અને અન્ય ઘમા દેશોમાં મળવાની આશા છે. મોટાભાગના દેશોએ કોવિડ-19 વિરુદ્ધ રસીકરણની ભલામણ કરી છે. 


ભારતને આગામી વર્ષે મળશે સિંગલ ડોઝ વેક્સિન, આ કંપનીએ બનાવ્યો પ્લાન


વિશ્વ આરોગ્ય સંગઠનની વેબસાઇટ પર 18 મેએ જારી ડબ્લ્યૂએચઓની ઈયૂએલ મૂલ્યાંકન પ્રક્રિયામાં કોવિડ-19 રસીની સ્થિતિ પર તાજા દિશાનિર્દેશ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભારત બાયોટેકે 19 એપ્રિલના ઈઓઆઈ જમા કરાવ્યા તથા તેની પાસે હજુ વધુ જાણકારી જોઈએ. ડબ્લ્યૂએચઓ અનુસાર, રસીની ઇમરજન્સી ઉપયોગની પ્રક્રિયા માટે લિસ્ટેટ કરવા પ્રમાણે મંજૂરી આપવાની અરજી ગોપનીય હોય છે. એજન્સી અનુસાર જો મૂલ્યાંકન માટે જમા કરાવેલા કોઈ દસ્તાવેજ યાદીમાં સામેલ કરવાના માપદંડને પૂરા કરવામાં બરાબર હોય તો વિશ્વ આરોગ્ય સંસ્થા વ્યાપક પરિણામ જારી કરશે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube