નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સામે લડાઇમાં ભારત ખૂબ આગળ નિકળી ગયો છે. ભારત સરકારે બે વેક્સીન કોવિશિલ્ડ અને કોવૈક્સીન (Covishield and Covaxin)ને મંજૂરી આપી દીધી છે. શુક્રવારે 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેક્સીનનનો ડ્રાય રન પણ શરૂ થઇ જશે. આ દરમિયાન વેક્સીન મોરચા પર જલદી જ દેશને વધુ એક સારા સમાચાર મળી શકે છે. જાણકારી અનુસાર ભારત બાય્ટેક જ દેશમાં Nasal વેક્સીનનો ટ્રાયલ શરૂ કરવા જઇ રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોલમાંથી ઝડપાયું કુટણખાનું, મસાજની આડમાં ગ્રાહકોની થતી હતી રાતો રંગીન


નાગપુરમાં શરૂ થશે ટ્રાયલ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નાગપુરમાં આ વેક્સીન પહેલાં અને બીજા ફેજનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ભુવનેશ્વર-પુણે-નાગપુર-હૈદ્રાબાદમાં પણ આ વેક્સીનનો ટ્રાયલ થશે. તમને જણાવી દઇએ કે આ વેક્સીનને નાક દ્વારા આપવામાં આવે છે, જ્યારે અત્યાર સુધી ભારતમાં બે વેક્સીન (કોવિશીલ્ડ, કોવૈક્સીન)ને મંજૂરી મળી છે તો તે હાથ પર ઇંજેક્શન લગાવીને આપવામાં આવે છે. 

1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમ


કંપનીએ કર્યો કરાર
આ વેક્સીનને બનાવવા માટે કંપનીએ વોશિંગ્ટન યૂનિવર્સિટીની સાથે કરાર કર્યો છે. રિસર્ચ અનુસાર વેક્સીન નાક દ્વારા આપવી ખૂબ ફાયદાકારક થઇ શકે છે. તેનાથી શરીરમાં ઇમ્યૂન રિસ્પોન્સ ખૂબ સારી રીતે તૈયાર થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube