Bharat Biotech Corona Vaccine: ભારત બાયોટેકની કોરોના વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી, 81% અસરકારક છે કોવેક્સીન
ભારત બાયોટેકની કોરના વેક્સિન ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 81 ટકા અસરકારક સાબિત થઈ છે. કંપનીએ બુધવારે સાંજે આ જાણકારી આપી છે.
નવી દિલ્હીઃ ભારત બાયોટેકની કોરોના વેક્સિન (Corona Vaccine) ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 81 ટકા અસરકારક સાબિત થી છે. કંપનીએ બુધવારે સાંજે નિવેદન જાહેર કરી તેની જાણકારી આપી છે. ભારત સરકારે થોડા મહિના પહેલા 2 કંપનીઓનાની કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી.
હૈદરાબાદની કંપની અનુસાર ટ્રાયલમાં 28,500 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, આ ભારતમાં ક્લીનિકલ ટ્રાયલમાં સામેલ થનારાની અસ્તાય સુધીની સૌથી મોટી સંખ્યા છે. કંપનીએ ક્લીનિકલ ટ્રાયલ ઈન્ડિયન્સ કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચની મદદથી પૂરી કરી છે. કંપનીના ચેરમેન કૃષ્ણા એલ્લાએ કહ્યુ, 'આજનો દિવસ કોરોના વિરુદ્ધ લડાઈ અને વેક્સિનની શોધમાં પાયાનો પથ્થર સાબિત થયો. ફેઝ 3ના ક્લીનિકલ ટ્રાયલના પરિણામો બાદ અમારી પાસે ફેઝ- 1, 2 અને 3ને ભેગા કરી કુલ 2,7000 લોકોના ટ્રાયલના પરિણામ છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube